PM મોદીને ભગવાન રામ સાથે સરખાવ્યા બાદ, ઉત્તરાખંડના CMએ ઉઠાવ્યા મહિલાઓના સંસ્કાર પર સવાલ

ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રી Tirath Singh Rawat એ ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે મહિલાઓના જીન્સ પર તેમના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા છે.

PM મોદીને ભગવાન રામ સાથે સરખાવ્યા બાદ, ઉત્તરાખંડના CMએ ઉઠાવ્યા મહિલાઓના સંસ્કાર પર સવાલ
તીરથસિંહ રાવતની વિવાદિત નિવેદન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 18, 2021 | 9:37 AM

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી TirathSinghRawat આજકાતલ સતત ચર્ચામાં રહ્યા છે. પહેલા અચાનક મુખ્યમંત્રી બનવાની ચર્ચા થઈ, પછી પ્રધાનમંત્રી મોદીને ભગવાન રામ સાથે સરખાવવાની ચર્ચા, કુંભમાં કોરોના પ્રતિબંધોને હટાવવાની ચર્ચા અને હવે હવે તીરથસિંહ રાવતે એક નવા નિવેદન દ્વારા ચર્ચા ઉભી કરી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હવે નિવેદન આપ્યું છે કે આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે છે, શું આ બધુ બરાબર છે? આ સંસ્કારો કેવા છે? મુખ્યમત્રીએ ફાટેલા જીન્સને લઈને મહિલાઓના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા હતા.

તિરથસિંહ રાવતે બાળ અધિકાર અધિકાર પંચની એક વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું કે સંસ્કાર બાળકો કેવી રીતે મેળવે છે તે માતાપિતા પર નિર્ભર છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

તે જ સમયે તેમણે એક ઘટના સંભળાવી. મુખ્યમંત્રીએ કહ્યું, “જ્યારે તેઓ એક વાર હું વિમાનમાં જઈ રહ્યો હતો, ત્યારે મેં જોયું કે એક મહિલા તેના બે બાળકો સાથે એકદમ નજીક બેઠેલી છે. તેણે ફાટેલું જીન્સ પહેર્યું હતું. જ્યારે મેં તેમને પૂછ્યું કે બેહેનજી, ક્યાં જવું છે. ત્યારે મહિલાએ જવાબ આપ્યો કે દિલ્હી જવું છે, તેનો પતિ જેએનયુમાં પ્રોફેસર હતો અને તે પોતે એક એનજીઓ ચલાવતી હતી.’

મુખ્ય પ્રધાન તીરથ સિંહે વધુમાં કહ્યું કે “મેં વિચાર્યું કે જે સ્ત્રી એનજીઓ ચલાવે છે અને ફાટેલું જીન્સ પહેરતી હોય, તે સમાજમાં કઇ સંસ્કૃતિ ફેલાવતી હશે? જ્યારે અમે સ્કૂલોમાં ભણતા હતા ત્યારે નહોતું.:

યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધી રહ્યા છે

પોતાના સંબોધનમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે કહ્યું કે “યુવાનોમાં નશો કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બાળકોને નશા સહિતની તમામ વિકૃતિઓથી બચાવવા માટે, તેઓને સંસ્કારવાન બનાવવા પડશે. સાથે આપણે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ન થવું જોઈએ.” તેમણે કહ્યું કે સંસ્કારી બાળકો જીવનના કોઈપણ ક્ષેત્રમાં નિષ્ફળ જતા નથી.

તીરથસિંહ રાવતે કહ્યું કે ચિંતાજનક બાબત એ છે કે આપણા દેશના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નશાના વ્યસન અભિયાનમાં માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી. આ માટે સામાજિક સંગઠનો, સંસ્થાઓ અને સમાજના મહાનુભાવોએ પણ આગળ આવવું પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">