ગજબ કહેવાય ! પત્ની સાથે ઝઘડો થતાં, પતિ પગપાળા 450 કિમી દૂર નીકળી ગયો, કહ્યું ગુસ્સામાં ખબર જ ના પડી

ગજબ કહેવાય ! પત્ની સાથે ઝઘડો થતાં, પતિ પગપાળા 450 કિમી દૂર નીકળી ગયો, કહ્યું ગુસ્સામાં ખબર જ ના પડી

પતિ પત્ની ઝઘડા બાદ મોટાભાગે ગુસ્સો શાંત કરવા માટે પડોશમાં, પાર્કમાં કે મહોલ્લામાં ફરવા નીકળી પડે છે. ઇટાલીના એક વ્યકિતને એવો તો ગુસ્સો આવ્યો કે, ગુસ્સો ઉતારવા માટે તે ઘરેથી 450 કિમી દૂર પગે ચાલચા ચાલતા પહોંચી ગયો. તે આશરે એક અઠવાડીયા સુધી ઘરે ના આવ્યો. કોમો શહેરમાં રહેતો એક વ્યકિત આશરે 450 કિમી. દૂર […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 10, 2020 | 6:32 PM

પતિ પત્ની ઝઘડા બાદ મોટાભાગે ગુસ્સો શાંત કરવા માટે પડોશમાં, પાર્કમાં કે મહોલ્લામાં ફરવા નીકળી પડે છે. ઇટાલીના એક વ્યકિતને એવો તો ગુસ્સો આવ્યો કે, ગુસ્સો ઉતારવા માટે તે ઘરેથી 450 કિમી દૂર પગે ચાલચા ચાલતા પહોંચી ગયો. તે આશરે એક અઠવાડીયા સુધી ઘરે ના આવ્યો. કોમો શહેરમાં રહેતો એક વ્યકિત આશરે 450 કિમી. દૂર એડ્રિએટિક તટના કસ્બા ફાનો સુધી પહોંચી ગયો હતો.

પોલીસે તેને મોડીરાત્રે 2 વાગ્યાની આસપાસ લોકડાઉનના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરી. તેના પર આશરે 35,700 રૂપિયાનો દંડ કર્યો. ત્યાસુધી તો પોલીસને પણ તેના કારનામા વિશે માનવામાં ના આવ્યું. જો કે, તેના આઈડીની તપાસ અને નજીકના પોલીસ સ્ટેશનથી મળેલી જાણકારી પછી ખબર પડી કે તેની પત્નીએ એક અઠવાડીયા અગાઉ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

તે વ્યકિતએ આશરે 60 કિમી.ની દૂરી પ્રતિદીન પગે ચાલીને કાપી હતી. તેણે કહ્યું કે ગુસ્સો એટલો હતો કે આટલે દૂર સુધી આવી ગયાંની તેને ખબર કે અહેસાસ જ ના થયો. પછી તો પત્ની તેને લેવા માટે ફાનો ગામ પહોંચી હતી. ત્યારે ઇન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે આ વ્યકિત બહાદૂર છે. તેમણે તેના પર દંડ લગાવવાની પણ ટીકા કરી હતી. ત્યારે આપને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેરને લઈને ઇટલીમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લગાવાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati