વકીલ ઈન્દીરા જયસિંહની સલાહ પર નિર્ભયાના માતાની પ્રતિક્રિયા, કહ્યું કે આવા લોકોના લીધે જ બળાત્કારીઓ બચી જાય છે

દેશના જાણીતા વકીલ ઈન્દીરા જયસિંહે નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી છે કે તે નિર્ભયા કેસના ચારે દોષીઓની ફાંસીની સજા માફ કરી દે. ઈન્દીરા જયસિંહે તેના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો હવાલો આપ્યો છે અને કહ્યું કે સોનિયા ગાંધીએ જે રીતે રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપી નલિનીની મોતની સજા માફ કરી દીધી છે, તેવુ જ ઉદાહરણ […]

વકીલ ઈન્દીરા જયસિંહની સલાહ પર નિર્ભયાના માતાની પ્રતિક્રિયા, કહ્યું કે આવા લોકોના લીધે જ બળાત્કારીઓ બચી જાય છે
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 6:09 AM

દેશના જાણીતા વકીલ ઈન્દીરા જયસિંહે નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી છે કે તે નિર્ભયા કેસના ચારે દોષીઓની ફાંસીની સજા માફ કરી દે. ઈન્દીરા જયસિંહે તેના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો હવાલો આપ્યો છે અને કહ્યું કે સોનિયા ગાંધીએ જે રીતે રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપી નલિનીની મોતની સજા માફ કરી દીધી છે, તેવુ જ ઉદાહરણ આશા દેવીને રજૂ કરવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્દીરા જયસિંહે કહ્યું કે તે નિર્ભયાના માતા આશા દેવીના દર્દ અને વેદનાને સમજે છે પણ મૃત્યુદંડની વિરૂદ્ધ છે. આશા દેવીએ ઈન્દીરા જયસિંહની અપીલ પર મોટી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે ઈન્દીરા જયસિંહ તેમને સલાહ આપવાવાળા કોણ છે. તેમને કહ્યું કે આવા લોકોના કારણે જ રેપ પીડિતોની સાથે ન્યાય નથી થઈ શકતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના ચારે દોષીઓ માટે કોર્ટે ડેથ વોરંટ જાહેર કરી દીધુ છે. ચારે દોષીઓને હવે 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે. આ પહેલા ચારે દોષી વિનય, મુકેશ, પવન અને અક્ષયને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાની હતી પણ એક દોષી મુકેશે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરી હતી. રાષ્ટ્રપતિએ દોષીની દયા અરજી રદ કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">