અદાણી ગ્રુપની સ્પષ્ટતા, ગૌતમ અદાણીને રાજકારણમાં પ્રવેશને લઇને કોઈ જ રસ નથી

અદાણી ગ્રુપની સ્પષ્ટતા, ગૌતમ અદાણીને રાજકારણમાં પ્રવેશને લઇને કોઈ જ રસ નથી
અદાણી ગ્રુપની રાજકારણમાં પ્રવેશ બાબતે સ્પષ્ટતા (ફાઇલ)

15 રાજ્યોમાં રાજ્યસભાની (Rajya Sabha) 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાનાર છે. આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

May 15, 2022 | 1:38 PM

તાજેતરમાં ગૌતમ અદાણીના (Gautam Adani)રાજકારણમાં પ્રવેશને લઇને અફવાઓ વહેતી થઇ હતી. ત્યારે આ બાબતે અદાણી ગ્રુપ (Adani Group)દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. અદાણી ગ્રુપે શનિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છેકે ગૌતમ અદાણીના રાજકારણમાં (politics) કોઇ રસ નથી.નોંધનીય છેકે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની (ELECTION) જાહેરાત થઇ. ત્યારે અહેવાલોમાં એવો દાવો કરાયો કે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અથવા તેમની પત્ની પ્રીતિ અદાણીને કોઈપણ રાજકીય પક્ષ તરફથી રાજ્યસભામાં(Rajya Sabha) જઇ શકે છે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપે આ અંગે ખુલાસો કરવાની ફરજ પડી હતી.

અદાણી ગ્રુપે પોતાના નિવેદનમાં લખ્યું – કેટલાક લોકો પોતાના ફાયદા માટે નામ ખરાબ કરી રહ્યા છે. અદાણી ગ્રૂપે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે સમાચારથી વાકેફ છીએ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ અદાણી અથવા ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ આપવામાં આવી શકે છે. આ સમાચાર ખોટા છે. જ્યારે પણ રાજ્યસભામાં કોઈ જગ્યા ખાલી હોય છે ત્યારે આવા સમાચાર આવવા લાગે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો પોતાના ફાયદા માટે અમારું નામ તેમના રિપોર્ટમાં ઢસડી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈપણ સભ્યની રાજકીય કારકિર્દી કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવામાં કોઈ રસ નથી.

અદાણી ગ્રુપ દ્વારા રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરાઇ

એક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે અદાણી પરિવારના સભ્યને આંધ્રમાંથી રાજ્યસભામાં મોકલી શકાય છે. તાજેતરના અહેવાલોમાં એવો દાવો થયો હતો કે જૂનમાં આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થવા માટે લોબિંગ તેજ થયું છે. 21મી જૂને વી.વિજયસાઈ રેડ્ડી, ટી.ડી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી અને સુરેશ પ્રભુ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની બેઠકો માટે 6 નામો આગળ ચાલી રહ્યા છે. તેમાં અદાણી પરિવારના સભ્યોનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્રુથ દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવે તો આંધ્રના સીએમ જગન મોહન રેડ્ડી ગૌતમ અદાણી કે તેમના પરિવારના સભ્યને રાજ્યસભામાં મોકલવાનું વિચારી શકે છે.

રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થવાનું છે​​​​​​​

15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાનાર છે. આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપની નજર રાજ્યસભામાં પણ બહુમતી મેળવવા પર છે. 245 બેઠકોમાંથી ભાજપ પાસે 101 બેઠકો છે. ચૂંટણી પછી તેમની સંખ્યામાં વધારો જશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati