
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને તાત્કાલિક પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ દિલ્હી બાર કાઉન્સિલે ઈસ્યું કર્યો હતો. કાઉન્સિલે વકીલ રાકેશ કિશોરનું પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે અને તેની એક નકલ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી, તમામ હાઇકોર્ટ, જિલ્લા અદાલતો અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને મોકલી આપી છે.
સીજેઆઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલની ઓળખ 60 વર્ષીય રાકેશ કિશોર તરીકે થઈ છે. તેઓ 2011 માં સુપ્રીમ કોર્ટ બારમાં નોંધાયેલ હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, રાકેશ કિશોર દિલ્હીના બી-602, રિવરવ્યૂ એપાર્ટમેન્ટ્સ, મયુર વિહાર-I એક્સટેન્શનનો રહેવાસી છે. એવું કહેવાય છે કે રાકેશ કિશોર પહેલા ક્યારેય કોઈ વિવાદમાં ફસાયા નથી. આ પહેલી વાર છે જ્યારે તેમણે આવુ કૃત્ય કર્યું હોય કે તેમા ભાગ લીધો હોય.
Bar Council of India suspends advocate Rakesh Kishore from practice in courts with immediate effect after he attempted to hurl a shoe at Chief Justice of India BR Gavai.
— ANI (@ANI) October 6, 2025
“હિન્દુસ્તાન સનાતન ધર્મના અપમાનને સહન નહીં કરે”
સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના સુરક્ષા કર્મચારીઓએ આરોપી વકીલ રાકેશ કિસોરને પકડી લીધો હતો. આ પછી, વકીલ રાકેશ કિશોરે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. અહેવાલ મુજબ, રાકેશે “હિન્દુસ્તાન સનાતન ધર્મના અપમાનને સહન નહીં કરે” જેવા નારા લગાવ્યા હતા. આનાથી કોર્ટની કાર્યવાહી થોડા સમય માટે ખોરવાઈ જવા પામી હતી. આ ઘટના પછી થોડા સમય પછી, મુખ્ય ન્યાયાધીશે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું કે તેમને આવી ઘટનાઓથી કોઈ અસર થઈ નથી. તેઓ જૂતુ ફેકવાનો પ્રયાસ કરનારા વકીલ રાકેશ કિશોરને માફ કરે છે.