RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની તમિલનાડુમાંથી ધરપકડ

હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ધમકીઓ આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે જે લોકોએ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને ધમકી આપી હતી તેમને શોધી કાઢવામાં આવ્યા છે.

RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની તમિલનાડુમાંથી ધરપકડ
RSS SHAKHA (Symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 2:41 PM

RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની તમિલનાડુમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. જે બાદ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનૌના મડિયાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. લખનૌ પોલીસે જણાવ્યું હતુ કે ગઈકાલે સોમવારે રાત્રે એક વોટ્સએપ ગ્રૂપ દ્વારા લખનૌ ઉપરાંત RSSના અન્ય પાંચ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં યુપીના બે અને કર્ણાટકના ચાર કાર્યાલયનો સમાવેશ થાય છે.

વોટ્સએપ ગ્રુપના સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ધમકીઓ આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે જે લોકોએ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને ધમકી આપી હતી તેમને શોધી કાઢવામાં આવ્યા છે.

ધમકીની માહિતી પર પોલીસ લખનૌના અલીગંજ સેક્ટર ક્યૂ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચી હતી. અહીં આરએસએસના અવધ પ્રાંતના પ્રમુખ પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદ પર મડિયાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. લખનૌ ઉપરાંત આરએસએસના અન્ય પાંચ કાર્યાલયને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મડિયાવ પોલીસે જણાવ્યું કે આ મામલામાં કલમ 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ધમકીઓ આપવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જેમણે ધમકીની માહિતી પોલીસને આપી હતી

પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, વોટ્સએપ ગ્રુપ દ્વારા ધમકી મળી હતી. આમાં એક RSS કાર્યકર આમંત્રણ લિંક દ્વારા ‘અલ ઇમામ અંસાર રઝી ઉન મહેંદી’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. આ દરમિયાન ઘણા વોટ્સએપ ગ્રુપમાં લિંક શેર કરવામાં આવી હતી. જ્યારે આરએસએસ કાર્યકરને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની અને બાદમાં આરએસએસની ઓફિસોને ઉડાવી દેવાની ધમકીની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો. આ પછી તેણે તરત જ અવધ પ્રાંતના પાદધિકારીને જાણ કરી. બાદમાં મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.

ત્રણ ભાષામાં ધમકીઓ આપવામાં આવી છે

મળતી માહિતી મુજબ, અલ અન્સારી ઇમામ રઝી ઉન મહેંદી નામના વોટ્સએપ ગ્રુપમાં ત્રણ અલગ-અલગ ભાષાઓ કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા. હિન્દીમાં ધમકીઓ આપવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘નવાબગંજ ઉત્તર પ્રદેશ 271304. તમારી છ પાર્ટી ઓફિસ પર 8 વાગ્યે બોમ્બથી હુમલો કરવામાં આવશે. જો અટકાવી શકાતો હોય તો વિસ્ફોટને અટકાવી લો. જ્યારે અંગ્રેજીમાં આપવામાં આવેલી ધમકીમાં લખ્યું હતું, ‘V49 R+J8G Nawabganj uttarpradesh 271304: Your six party office is bombed at 8 pm stop the explosion if u can. (નવાબગંજ ઉત્તરપ્રદેશ 271304: તમારી છ પાર્ટી ઓફિસ પર રાત્રે 8 વાગ્યે બોમ્બ ધડાકાથી ઉડાવી દેવાશે, અટકાવી શકો તો અટકાવો) મેસેજમાં નવાબગંજ ઉપરાંત ધ સરસ્વતી લખનૌના સેક્ટર ક્યૂમાં સ્થિત વિદ્યા મંદિરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">