દિલ્હીમાં ગમખ્વાર અકસ્માતઃ રોડ કિનારે સૂતેલા લોકો પર ફરી વળી ટ્રક, 4ને કચડી માર્યા

મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.51 વાગ્યે DTC ડેપોની રેડલાઈટ પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

દિલ્હીમાં ગમખ્વાર અકસ્માતઃ રોડ કિનારે સૂતેલા લોકો પર ફરી વળી ટ્રક, 4ને કચડી માર્યા
accident in Delhi
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Sep 21, 2022 | 9:58 AM

દિલ્હીના (Delhi) સીમાપુરીમાં મંગળવારે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં અન્ય બે લોકોના મોત થયા હતા. જ્યારે વધુ બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.51 વાગ્યે DTC ડેપોની (DTC Depot) રેડલાઈટ પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રક ચાલકને શોધવા માટે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે.

સીમાપુરી પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે જ્યારે રસ્તા પર નીરવ શાંતિ હતી, ત્યારે કેટલાક બેઘર લોકો આવ્યા અને અહીં ડિવાઈડર પર સૂઈ ગયા. રાત્રીના પોણા બે વાગ્યાના સુમારે ડીટીસી ડેપોની રેડલાઈટ પાસે દારૂના નશામાં ધૂત ટ્રક ચાલક બેદરકારીથી ટ્રક ચલાવી રહ્યો હતો અને અચાનક બેકાબુ બની ગયો હતો. આ જોઈને તેમની ટ્ર્ક બાજુમાં સૂતેલા લોકોને કચડીને ડાબી તરફ નમી ગઈ હતી.

બે ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા

જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રકનું વ્હીલ, રસ્તાની બાજુમાં સુતેલાઓ પર ચઢતા જ ઘાયલોએ ચીસો પાડવાનું શરૂ કર્યું, આસપાસના લોકો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જેમાંથી બે લોકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં વધુ બે લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે લોકોની હાલત જોતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રક ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, બુમો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ ટ્રક ચલાવીને ભાગી ગયો હતો. જોકે ત્યાંના કેટલાક લોકોએ ટ્રકનો નંબર નોંધ્યો છે. પોલીસ લોકોના નિવેદનના આધારે ટ્રક ચાલકની ચકાસણી કરી રહી છે. પોલીસે ઘટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કર્યા છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati