આજે ભારત બંધ, જાણો કેટલી અને કેવી રહેશે ખેડૂત મહાઆંદોલનની અસર

કૃષી સંદર્ભના નવા કાનુનને પરત લેવા માટે સરકાર પર દબાણ બનવાવા માટે આજે મંગળવારે ભારત બંધન એલાન આપવામાં આવ્યુ છે. દેશભરના વિભિન્ન ખેડૂત સંગઠનો દ્રારા રાષ્ટ્રવ્યાપી બંધ જાહેર કરવામાં આવ્યુ છે. જેને કોંગ્રેસ, શિવસેના, લેફ્ટ સહિત અનેક વિપક્ષી રાજકીય પક્ષોએ પણ ભારત બંધને સમર્થન જાહેર કર્યુ છે. આજે મંગળવારે દેશના વિવિધ હિસ્સાઓમાં કેન્દ્ર સરકાર સામે […]

આજે ભારત બંધ, જાણો કેટલી અને કેવી રહેશે ખેડૂત મહાઆંદોલનની અસર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 08, 2020 | 10:00 AM

કૃષી સંદર્ભના નવા કાનુનને પરત લેવા માટે સરકાર પર દબાણ બનવાવા માટે આજે મંગળવારે ભારત બંધન એલાન આપવામાં આવ્યુ છે. દેશભરના વિભિન્ન ખેડૂત સંગઠનો દ્રારા રાષ્ટ્રવ્યાપી બંધ જાહેર કરવામાં આવ્યુ છે. જેને કોંગ્રેસ, શિવસેના, લેફ્ટ સહિત અનેક વિપક્ષી રાજકીય પક્ષોએ પણ ભારત બંધને સમર્થન જાહેર કર્યુ છે. આજે મંગળવારે દેશના વિવિધ હિસ્સાઓમાં કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન પણ કરશે. આ ઉપરાંત ટ્રેડ, ઇન્ડસ્ટ્રીઝ અને બેંકીંગ સાથે જોડાયેલા અનેક યુનિયનોએ પણ ખેડૂત આંદોલન અને ભારત બંધને સમર્થન કરવાની વાત કહી છે. આમ રાજકીય અને અન્ય સંગઠોએ પણ ભારત બંધને સફળ કરવા માટે પ્રયાસ કર્યો છે. આજે અલગ અલગ રાજ્યોમાં ભારત બંધની અલગ અલગ અસર જોવા મળી શકે છે. કારણ કે કેટલાક સ્થળો પર મોટા પ્રદર્શનોની યોજના તૈયાર કરી છે. આંદોલનનુ કેન્દ્ર મુખ્ય રુપે દિલ્હી એનસીઆર રહેનારુ છે.

11-3 વાગ્યા સુધી બંધ રહેશે, આ સેવાઓને છુટછાટ.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ભારતીય કિસાન યુનિયન ના પ્રમુખ રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, ભારત બંધ દરમ્યાન કઇ કઇ સેવાઓ બંધના એલાન દરમ્યાન ચાલુ રહેશે. તેમણે કહ્યુ છે કે 11 થી સાંજે 3 વાગ્યા સુધી બંધ ને પાળવામાં આવશે. જોકે આ દરમ્યાન કોઇને પણ પરેશાન કરવામાં નહી આવે. ટિકેતે કહ્યુ કે, અમે સામાન્ય જનતાને માટે સમસ્યા પેદા કરવા માંગતા નથી. એટલા માટે અમે બંધને 11 વાગ્યે શરુ કરીશુ, જેથી નોકરીયાતો ઓફીસ પહોંચી શકે. કચેરીઓમાં 3 વાગ્યે ફરજકાળ મોટેભાગે પુરો થતો હોય છે. એમ્બ્યુલન્સને રોકવામાં નહી આવે, લગ્નોને પણ અડચણો પેદા નહી થવા દેવાય, લોકો લગ્નપત્રિકા દર્શાવીને જઇ શકશે.

દેશભરમાંથી ખેડૂત આંદોલનને સમર્થન.

ખેડૂત આંદોલનની શરુઆત પંજાબ અને હરિયાણાના ખેડૂતો સામેલ હતા. બાદમાં પશ્વિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો અને ખેડૂત નેતાઓએ ભાગ લીધો છે. જોકે હવે આંદોલન ધીરે ધીરે સંપુર્ણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ સહિત અનેક રાજ્યના ખેડૂતો તેમાં જોડાઇ રહ્યા છે.

ગુજરાતમાં ધારા 144 લાગુ

ખેડૂત આંદોલનને પગલે હવે રાજ્ય સરકાર દ્રારા ગુજરાત રાજ્યમાં પણ શાંતિ જાળવી રાખવા માટે પગલા હાથ ધર્યા છે. દિલ્હી જેવી સ્થિતીને આજે બંધના દીવસે ટાળવા માટે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યમાં ટોળાઓને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જેના હેઠળ કે હવે ટોળીશાહી થઇ શકશે નહી. આમ છતાં પણ કોઇ કલમનો ભંગ કરશે તો પોલીસ તેની પર આકરી કાર્યવાહી પણ કરી શકે છે. આંદોલનના સમય દરમ્યાન ગુજરાત રાજ્યમાં તેના ખાસ કોઇ જ પ્રત્યાઘાતો સામે આવ્યા નથી. પરંતુ ભારત બંધ ના એલાનને પગલે હવે રાજ્ય સરકારે પણ સતર્કતા દાખવી છે.

કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ બંધને સમર્થન કર્યુ છે.

ભારત બંધને મોટા ભાગના વિપક્ષી દળોએ સમર્થન કર્યુ છે. જ્યાં વિપક્ષી દળો સત્તામાં છે તેવા ક્ષેત્રોમાં અને રાજ્યમાં બંધની અસર વધારે જોવા મળી શકે છે. કોંગ્રેસ, ટીઆરએસ, દ્રમુક, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાકાંપા અને આપ એ ભારત બંધના આહ્વાનને સમર્થન જાહેર કર્યુ છે. આ અગાઉ શનિવારે તૃણમુલ કોંગ્રેસ, આરજેડી, અને વામદળે પણ સમર્થન જાહેર કર્યુ હતુ. કોંગ્રેસે ભારત બંધને લઇને પુર્ણ સમર્થન જાહેર કર્યુ હતુ. સાથે જ ઘોષણાં પણ કરી હતી કે આ દિવસે તે ખેડૂતોની માંગોને લઇને તમામ જિલ્લા અને રાજ્ય મુખ્યાલયો પર પ્રદર્શન કરશે.

સોનિયા ગાંધી અને અન્ય વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જારી કર્યુ હતુ. કહ્યુ હતુ કે, એકજૂટતા દર્શાવીને કૃષી કાનુન અને વિજળી સંશોધન વિધેયકને પરત લેવાની, ખેડૂતોની માંગ ને લઇને બંધને સમર્થન છે. જે નિવેદન પર તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ડી. રાજા, દિપાંકર ભટ્ટાચાર્ય, દેવવ્રત વિશ્વાસ અને મનોજ ભટ્ટાચાર્યએ પણ સમર્થન કર્યુ હતુ.

ટીએમસીઃ ખેડૂતોની સાથે પરંતુ બંધને સાથ નહી.

પશ્વિમ બંગાળમાં સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસે ભારત બંધને રવિવારે સમર્થન કર્યુ હતુ. પરંતુ સોમવારે પાર્ટીના સાંસદ સોગત રોયએ કહ્યુ છે કે, ટીએમસી આંદોલનકારી ખેડૂતો સાથે છે. પરંતુ રાજ્યમાં ભારત બંધને સમર્થન નહી કરે. તેમણે કહ્યુ કે તે અમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે.

દિલ્હીમાં બંધની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.

આજના ભારત બંઘ દરમ્યાન દુકાન અને ધંધા રોજગાર બંધ રહેશે. ખેડુતોએ દિલ્હીની બોર્ડરોને બ્લોક રાખી છે. પંજાબ, હરિયાણા સહિત દેશભરના હજારો ખેડૂતો અહીં પહોંચ્યા છે. દિલ્હીને ઉત્તર પ્રદેશ, હરીયાણા સહિત ઉત્તર ભારતને જોડતા અનેક રસ્તાઓ બંધ છે. આજે સ્થિતી બંધની અસરને આધારીત વધારે બગડી શકે છે. કારણ કે ખુલ્લા રસ્તાઓ પર ખેડૂતો એકઠા થઇ શકે છે. દિલ્હીના ટેક્સ યુનિયનોએ કેન્દ્ર સરકારના નવા કૃષી કાનૂનનો વિરોધ કરીને આજના બંધને સમર્થન કર્યુ છે.

દિલ્હીની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી ટ્રાફીક પોલીસ દ્રારા સોમવારે જ ટ્વીટર મારફતે જાણકારી આપી હતી. જે મુજબ સિંધુ, ઔચંડી, પિયાઓસ, મણિયારી અને મંગેશ બોર્ડર બંધ છે. આ ઉપરાંત ટિકરી અને ઝરોડા બોર્ડર પણ બંધ છે. ઉત્તર પ્રદેશ થી દિલ્હીમાં પ્રવેશ કરવાનો મુખ્ય માર્ગ, રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 24 સ્થિત ગાજીપુર બોર્ડર પણ કિસાનોના આંદોલનને ચાલતા બંધ છે. આ ઉપરાંત નોઇડા લીંક રોડ સ્થિત ચિલ્લા બોર્ડર પણ બંધ છે. કિસાન આંદોલન ને ચાલતા હવે અનેક બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે.

ઝારખંડમાં એલર્ટ.

ઝારખંડમાં સત્તાધારી ગઠબંધમાં સામેલ ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ ની ઉપરાંત વામદળો સહિત જુદા જુદા સંગઠનોએ પણ બંધને સમર્થન કર્યુ છે. એવામાં માર્ગ અને રેલ પરીવહનને સામાન્ય બનાવી રાખવા માટે પોલિસ પ્રશાસન માટે ખુબ મોટો પડકાર અહી પડી શકે છે. પોલીસ મુખ્યાલય દ્રારા ભારત બંધને લઇને તમામ પોલીસ અધિક્ષકોને પણ આવશ્યક તૈયારીઓ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

પંજાબમાં પેટ્રોલ પંપ પણ બંધ, મહારાષ્ટ્ર અને આસામ માં પણ અસર દેખાશે.

પંજાબના પેટ્રોલ પંપ ના ડીલર્સ એસોસિએશન દ્રારા આજના બંધને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે. ખેડૂતો દ્રારા કરવામાં આવી રહેલા વિરોધને તેઓએ સમર્થન જાહેર કર્યુ છે. આજે મંગળવારે પંજાબના તમામ પેટ્રોલ પંપ બંધ રહેશે અને ઇંધણ માત્ર આવશ્યરક સેવાઓને જ પુરુ પાડવામાં આવશે. મહારાષ્ટ્ર અને આસામ સરકારોએ પણ બંધને સમર્થન જાહેર કર્યુ છે. રાજ્યમાં 14 વિપક્ષી દળોએ ભારત બંધને સમર્થન કરીને કારખાના, કાર્યાલયો, બેંક, કોર્ટ, શિક્ષણ સંસ્થાઓ અને પરીવહનને બંધ રાખવા માટે અપિલ કરી છે.

કર્ણાટકમાં વિધાનસભા ઘેરાવનુ આયોજન.

કર્ણાટક રાજ્યમાં રૈયત સંગઠન દ્રારા ભારત બંધને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યના ખેડુતો એ નવ ડિસેમ્બરે શરુ થનારા વિધાનસભા સત્રને લઇને વિધાન સભાનો ઘેરાવ કરવાની વાત કહી છે. સંગઠને કહ્યુ છે કે, અમે પુરા રાજ્યના જિલ્લા મુખ્યાલયો, તાલુકા મુખ્યાલય અને ગામોને અહિંસક રીતે આંદોલન કરીને બંધ કરીશુ.

દક્ષિણ ના રાજ્યોમાં ભારત બંધને પક્ષો દ્રારા ખુલીને સમર્થન કરાઇ રહ્યુ છે.

દક્ષિણના મોટાભાગના રાજ્ય સરકારો દ્રારા ખેડૂતોને સમર્થન કરવામાં આવી રહ્યુ છે. તેલંગાણાં રાષ્ટ્ર સમિતિ ના અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યુ છે કે, પક્ષના નેતાઓ અને કાર્યકરો સક્રિયતા દાખવીને બંધને સફળ બનાવે. તામિલનાડુના દ્રમુક વિપક્ષી જુથ દ્રારા પણ બંધને સમર્થન દર્શાવ્યુ છે. તેમણે પણ કહ્યુ છે કે, ખેડૂતોની માંગ કાયદાને પરત ખેંચવા અંગેની પુરી રીતે યોગ્ય છે. સ્ટાલીન, દ્રમુકના સહયોગી દળો કોંગ્રેસના તામિલનાડુ ઇકાઇના પ્રમુખ કેએસ અલાગિરી, એમડીએમકેના સંસ્થાપક વાઇકો અને વામ નેતાઓએ પણ સંયુક્ત રીતે નિવેદન જારી કર્યા છે. અભિનેતા કમલા હસનની મક્કાલ નિધી મય્યમ એ પણ ખેડૂતોના પ્રદર્શનને સમર્થન જારી કર્યુ છે. કેરલમાં પણ રાજ્ય સરકારનુ સમર્થન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">