PM મોદીની સુરક્ષામાં ફરી ચૂક? યુવક હાથમાં માળા લઈ વડાપ્રધાન મોદીની નજીક પહોંચ્યો

એક યુવક હાથમાં માળા લઈ વડાપ્રધાન મોદીની નજીક પહોંચી ગયો. યુવક વડાપ્રધાનને માળા પહેરાવવા ઈચ્છતો હતો, તે પહેલા જ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો. જો કે વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી.

PM મોદીની સુરક્ષામાં ફરી ચૂક? યુવક હાથમાં માળા લઈ વડાપ્રધાન મોદીની નજીક પહોંચ્યો
Image Credit source: TV9 GFX
Follow Us:
| Updated on: Jan 12, 2023 | 5:56 PM

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક યુવક હાથમાં માળા લઈ વડાપ્રધાન મોદીની નજીક પહોંચી ગયો. યુવક વડાપ્રધાનને માળા પહેરાવવા ઈચ્છતો હતો, તે પહેલા જ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો. જો કે વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી અને પોતાની ગાડીમાં અન્ય જવાનના હાથમાં આપી દીધી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક? જુઓ વીડિયો

SPG જવાનોએ યુવકને ઝડપી લીધો

વડાપ્રધાન મોદી આજે કર્ણાટક પહોંચ્યા છે અને અહીંયા તેઓ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ લોકોની વચ્ચે એક રોડ શોમાં ભાગ લીધો. તે પોતાની ગાડીમાં ઉભા રહ્યા હતા અને રોડની બંને બાજુ ઉભા રહેલા લોકો તેમનું અભિવાદન કરી રહ્યા હતા. તેની વચ્ચે આ સુરક્ષામાં ચૂક થવાનો મામલો સામે આવ્યો છે. અચાનક રોડ શોની વચ્ચે અજાણ્યો યુવક વડાપ્રધાન મોદીની એકદમ નજીક પહોંચી ગયો હતો. યુવકે વડાપ્રધાનને માળા પહેરાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પહેલા જ SPG જવાનોએ તેને પાછળ ધકેલી દીધો.

વડાપ્રધાન મોદીના રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ પર ઉભા રહેલા લોકોએ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. કેટલીક જગ્યાઓ પર લોકોએ ફૂલનો વરસાદ કર્યો કારણ કે તેમનો કાફલો ધીમે-ધીમે પસાર થઈ રહ્યો હતો. વડાપ્રધાન મોદી સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર રેલવે મેદાનમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે અહીં આવ્યા છે. ભાજપ શાસિત કર્ણાટકમાં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

પંજાબમાં પણ પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી. જો કે તેને રદ્દ કરવી પડી હતી. પીએમ રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">