સિલિન્ડર પર મળશે 200 રૂપિયાની સબસિડી, 9 કરોડથી વધુ લોકોને થશે ફાયદો, સરકારની મોટી જાહેરાત

સિલિન્ડર પર મળશે 200 રૂપિયાની સબસિડી, 9 કરોડથી વધુ લોકોને થશે ફાયદો, સરકારની મોટી જાહેરાત
Subsidy of Rs 200 will be available on cylinder

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (Ujjwala Yojana) લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી (12 સિલિન્ડર સુધી) મળશે. કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 21, 2022 | 7:57 PM

શનિવારે કેન્દ્ર સરકારે સામાન્ય માણસને ગેસ સિલિન્ડરમાં સબસિડી આપવાની જાહેરાત કરી છે. સરકારે ગેસ સિલિન્ડરના ગ્રાહકોને 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. જો કે, આ સબસિડી માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (Pradhan Mantri Ujjwala Yojana) લાભાર્થીઓને જ મળશે. હકીકતમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેરાત કરી હતી કે આ વર્ષે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી (LPG Gas Cylinder Price) આપશે. આ સબસિડી માત્ર 12 સિલિન્ડર સુધી જ આપવામાં આવશે.

નોંધનીય છે કે ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ગુરુવારે 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ મહિને બીજી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની ઇંધણ વિતરક કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો હતો, જે મુજબ દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત અગાઉ રૂ. 999.50 થી વધીને રૂ. 1003 થઈ ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે ઈંધણની સતત વધી રહેલી કિંમતોને કારણે સામાન્ય જનજીવન પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને ગેસ સબસિડી આપવાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી.

વિપક્ષ દ્વારા દબાણ બનાવવામાં આવ્યું હતું

છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા ઉપરાંત એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે. જેના કારણે લોકોના બજેટને માઠી અસર થઈ રહી છે. તેને જોતા તમામ વિપક્ષી પાર્ટીઓ તેમજ નિષ્ણાતો ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર પર પણ ભાવ ઘટાડવાનું દબાણ વધી રહ્યું હતું. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીએ સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી હતી. જોકે, હવે સરકારે સામાન્ય માણસની સમસ્યાને સમજીને ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati