પોલીસ અધિકારી જો ન્યાયાલયના આદેશનું પાલન કરવામાં અસમર્થ છે તો પોતાના પદ પર કાયમ રહેવા માટે અયોગ્ય: કોર્ટ

HCના આદેશ અનુસાર એક એડવોકેટ કમિશનર એક સંપતિનું માપન કરવા ગયા ત્યારે અમુક લોકોએ એડવોકેટનો વિરોધ કર્યો અને માલિકીના  પ્રવેશ કરતાં રોક્યા  હતા. ત્યારબાદ એડવોકેટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા અને  એડવોકેટને પોલીસ દ્વારા રક્ષણ આપવાના આદેશ આપવામાં આવ્યા.

  • Tv9 webdesk41
  • Published On - 13:02 PM, 23 Feb 2021
A police officer is ineligible to remain in office if he fails to comply with a court order: Madras High Court
Madras-high-court

HCના આદેશ અનુસાર એક એડવોકેટ કમિશનર એક સંપતિનું માપન કરવા ગયા ત્યારે અમુક લોકોએ એડવોકેટનો વિરોધ કર્યો અને માલિકીના  પ્રવેશ કરતાં રોક્યા  હતા. ત્યારબાદ એડવોકેટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા અને  એડવોકેટને પોલીસ દ્વારા રક્ષણ આપવાના આદેશ આપવામાં આવ્યા. જો કે, જ્યારે ફરીથી એડવોકેટ કમિશ્નર સંપતિના નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેની પાછળ કૂતરાઓને છોડી દેવામાં આવ્યા અને પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પણ એડવોકેટ સંપતિમાં પ્રવેશ ના મેળવી શક્યા. આ પછી સમગ્ર મામલો કોર્ટની સામે આવ્યો. કોર્ટે સ્થાનિક પોલીસને માલિકીમાં પ્રવેશ મેળવવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે 48 કલાકનો સમય આપ્યો અને સમગ્ર ઘટના ક્રમની  વીડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપી.

 

ન્યાયમૂર્તિ N કીરૂબાકરન અને ન્યાયમૂર્તિ પી.ડી આદિકેશવલ્લૂની પનેલે ટિપ્પણી કરતાં કહ્યું કે, ન્યાયાલયના તમામ આદેશોનું પાલન કરવું જોઈએ અને જો એવામાં કોઈ પોલીસ અધિકારી આમ કરવામાં અસમર્થ છે તો તે પોલીસ જેવા અનુશાસિત બળમાં પોતાના પદ પર કાયમ રહેવા માટે અયોગ્ય છે. ત્યારબાદ પ્રવેશ માટે અડચણ ઊભી કરતાં અને જે તે સંપતિ પર કબજો જમાવીને બેઠેલા વ્યક્તિઓ પર તપાસના અને સંપતિ નિરીક્ષણની વીડિયોગ્રાફી કરવાના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલો હવે 25 ફેબ્રુઆરીની સુનાવણી બાદ સામે આવશે.

 

આ પણ વાંચો: Mars Landing: નાસાના પર્સિવરન્સ રોવરે મોકલી મંગળની પહેલી ફૂટેજ, જુઓ VIDEO