ગુરુવારે વહેલી સવારે ચિક્કડપલ્લીના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ એક ગોડાઉનમાં લાગી હતી, આ ગોડાઉનમાં ફંક્શન હોલ માટે રાખવામાં આવેલા ટેન્ટ અને અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી.
માહિતી મળતા ફાયર વિભાગની બે ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. આગની તીવ્રતા જોતા અધિકારીઓએ વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે વિવિધ ફાયર સ્ટેશનોમાંથી સાત જેટલી ફાયરની ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે મોકલી છે.
આ પણ વાચો: Mumbai Fire : મુંબઈની અશોક મિલ પરિસરમાં લાગી આગ, એક મહિલાનું થયું મોત
Mumbai Fire : મુંબઈની (Mumbai) ધારાવી વિસ્તારમાં અશોક મિલ સંકુલમાં બુધવારે લાગેલી મોટી આગમાં 62 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે.
બુધવારે રાત્રે હયાતનગરના ટાયર રીટ્રેડીંગ યુનિટમાં આગ લાગી હતી, આગ લાગતા લાખો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે કોઈ જાનહાનિની કોઈ માહિતી મળી નથી.
આગ અડધી રાતની આસપાસ લાગી હતી અને લગભગ બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગની જ્વાળા દૂર સુધી દેખાતી હતી, જો કે આગની લપટો જોતા ત્યાં હાજર કેટલાક મજૂરો બહાર આવી ગયા હતા.
હૈદરાબાદ ખાતે કાપડના શો રૂમમાં આગ લગતા વેરાવળના ત્રણ યુવાનો આગમાં લપેડાઈ મૃત્યુ પામતા વેરાવળ મુસ્લિમ સમાજમાં ભારે ગમગીની છવાયેલ છે. મૃતકોના પરિવારના દુ:ખમાં સહભાગી થવા મુસ્લીમ સમાજ દ્વારા સમૂહ જીયારત રાખી અડધા દિવસ દુકાનો, કામધધા બંધ રાખી મર્હુમોની મગફેરત માટે દુઆઓ ગુજારેલ હતી. હૈદરાબાદ ખાતે ડેંગન કાપડના શો રૂમમાં ભયંકર આગ લાગેલ હતી.
આ આગમાં વેરાવળના ત્રણ મુસ્લીમ યુવાનોમાં સુફિયાન, વસીમ ભુરાભાઇ પટની આમલેટ વાળા, જૂન્નેદના મૃત્યુ નીપજયા હોવાની જાણ થતા ગીર સોમનાથના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલના, તુરક સમાજના પ્રમુખ જાવિદભાઈ તાજવાણી, ફકીર સમાજના અધ્યક્ષ હનીફભાઇ બાઘડા તાત્કાલિક હૈદરાબાદ ખાતે સંપર્ક કરી જાણકારી મેળવેલ હતી અને આગેવાનો દ્વારા મુસ્લીમ સમાજના લોકોને અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખવાની અપીલ કરેલ હતી.