ભારત સરકારનો મોટો નિર્ણય, કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટની નિકાસ પર લગાવી રોક

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)19 મેના રોજ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ કરીને કોરોનાના ઘરેલુ પરીક્ષણ માટે એક સલાહ આપી હતી.

ભારત સરકારનો મોટો નિર્ણય, કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટની નિકાસ પર લગાવી રોક
Rapid Antigen Testing Kit

દેશમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ દેશભરમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. તેની વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લેતા તાત્કાલિક અસરથી કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ (Rapid Antigen Testing Kits)ની નિકાસ પર રોક લગાવી છે. સતત રેપિડ એન્ટીજન ટેસ્ટના પરિણામોને લઈ સવાલ ઉભા થઈ રહ્યા હતા.

 

 

 

 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) 19 મેના રોજ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ કરીને કોરોનાના ઘરેલુ પરીક્ષણ માટે એક સલાહ આપી હતી. સિમટોમેટિક કોરોના દર્દીઓ માટે અને પુષ્ટી કરેલા કોરોના વાઈરસના કેસના તાત્કાલિક સંપર્કમાં આવનારા લોકો માટે ઘરેલુ પરીક્ષણની સલાહ આપવામાં આવી હતી. હવે ભારત સરકારે તેની નિકાસ પર રોક લગાવી દીધી છે.

 

 

પોઝિટીવ દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકો માટે હતી RAT

હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દી માટે હતી, જે તાજેતરમાં જ કોરોનાના પોઝિટીવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કંપનીએ સૂચવેલી મેન્યુઅલ પદ્ધતિ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરથી માઈલેબ કોવિસસેલ્ફ (Mylab Covisself) મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડે છે. મોબાઈલ એપ દ્વારા જ પોઝિટીવ અને નેગેટિવ રિપોર્ટ મળે છે.

 

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે પણ સતત વધી રહી છે ઇંધણની માગ, ડીઝલનું વેચાણ 21 લાખ ટનને પાર

 

આ પણ વાંચો: CREATIVITY: ભંગારમાંથી બનાવ્યું બાળકોએ મ્યુઝિક બેન્ડ, વિડીયો જોઈ લોકોએ કહ્યું – ‘બેન્ડમાસ્ટરે હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપ્યું’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati