ઉત્તરાખંડમાં ટિહરીમાં વાદળ ફાટવાથી શાંતા નદીમાં આવ્યું પુર, દેવપ્રયાગમાં મકાનો કાટમાળમાં દટાયા

નવી ટિહરી (Tehri)માં વાદળ ફાટવાને કારણે દશરથ પર્વતમાંથી નીકળતી શાંતા નદીમાં પુર આવ્યું હતું.

ઉત્તરાખંડમાં ટિહરીમાં વાદળ ફાટવાથી શાંતા નદીમાં આવ્યું પુર, દેવપ્રયાગમાં મકાનો કાટમાળમાં દટાયા
ટિહરીમાં વાદળ ફાટવાથી શાંતા નદીમાં આવ્યું
Nakulsinh Gohil

|

May 11, 2021 | 10:29 PM

ઉત્તરાખંડમાં ફરી એક વાર વાદળ ફાટવાની અને તેના કારણે નદીમાં પુર આવવાની ઘટના સામે આવી છે. ઉત્તરાખંડના નવી ટિહરી (Tehri) માં દશરથ પર્વત પર વાદળ ફાટવાના કારણે શાંતા નદીમાં પુર આવ્યું હતું જેના કારણે દેવપ્રયાગના શાંતિ બજારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શાંતા નદીમાં પુર આવવાને કારણે આઈટીઆઈની ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગઈ હતી. શાંતા નદી કિનારે દસથી વધુ દુકાનો પુરના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગઈ છે.

દેવપ્રયાગ નગરથી બસ સ્ટેન્ડ સુધીનો એક રસ્તો અને એક પુલ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. કાટમાળમાં કોઈના દટાવા અંગે હજી કોઈ સમાચાર નથી. કોરોના કર્ફ્યુને કારણે આઈટીઆઈ સહિત દુકાનો બંધ હોવાને કારણે જાનમાલનું ભારે નુકસાન થતા બચી ગયું છે.

ઉત્તરાખંડના નવી ટિહરી (Tehri)માં વાદળ ફતવાને કારણે દશરથ પર્વતમાંથી નીકળતી શાંતા નદીમાં મંગળવારે બપોરે 2.30 વાગ્યે અચાનક ભારે પુર આવ્યું હતું. પુરના ધસમસતા પાણી સાથે આવેલા કાદવ અને પથ્થરોએ શાંતિ બજારમાં તબાહી મચાવી દીધી. જેના કારણે આઈટીઆઈની ત્રણ માળની બિલ્ડિંગ સિમેન્ટ કોન્ક્રીટના થાંભલા પણ તૂટી ગયા. આઇટીઆઈ બિલ્ડિંગના ચીકીદર દિવાનસિંહે ગમે તેમ કરીને પોતાનનો જીવ બચાવ્યો. આઈટીઆઈ બિલ્ડિંગમાં કમ્પ્યુટર સેન્ટર, ખાનગી બેંકો, વીજળી, ફોટોગ્રાફી સહિત લગભગ દસ દુકાનો નદીના પુરમાં તણાઈને આવેલા કાટમાળને કારણે સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ હતી.

ઉત્તરાખંડના નવી ટિહરી (Tehri)માં વાદળ ફાટવાને કારણે શાંતા નદી પરનો પુલ, બસ સ્ટેશન તરફ જવાનો રસ્તો અને તેને અડીને આવેલી ઝવેરી, કપડા, મીઠાઇઓ વગેરે દુકાનો પણ પણ પુરના પાણીમાં સંપૂર્ણ નાશ પામી હતી. શાંતા નદી દેવપ્રયાગ બસ સ્ટેશન થઈને શાંતિ બજાર થઈને ભગીરથી નદીમાં જોડાય છે. શાંતિ બજારમાં ભારે નુકસાનના પ્રારંભિક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. દેવપ્રયાગ પોલીસ મથકે હજી કોઇ જાનહાની થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. જો કોરોના કરફ્યુ ન હોત તો શહેરમાં મોટી સંખ્યામાં જાનહાની થઈ હોત. દેવપ્રયાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એમ.એસ.રાવતે જણાવ્યું હતું કે પોલીસ ટીમ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 12 અને 13 મે માટે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના અનેક ડુંગરાળ જિલ્લાઓમાં 11 અને 14 મેના રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 મેના રોજ ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, પિથોરાગ જિલ્લામાં ક્યાંક ભારે વરસાદ, ગાજવીજ અને વીજળીનો ચમકારો થવાની સંભાવના છે. ઉત્તરકાશી, ટિહરી (Tehri), દહેરાદૂન, નૈનીતાલ, અલ્મોરા, ચંપાવત અને પિથોરાગમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati