80 ટકા ભારતીયો ઈચ્છે છે ફ્રી-તિબેટ- સર્વે

પોલિંગ એજન્સી C વોટર દ્વારા તિબેટને લઈ ભારતમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 18થી વધુ ઉંમરના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

80 ટકા ભારતીયો ઈચ્છે છે ફ્રી-તિબેટ- સર્વે

પોલિંગ એજન્સી C વોટર દ્વારા તિબેટને લઈ ભારતમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 18થી વધુ ઉંમરના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 3,000 લોકોના સેમ્પલનો સર્વેનો રીપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. ઉત્તર, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ ઉત્તર-પૂર્વ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સેમ્પલ લઈ સર્વે કરવામાં આવ્યો, તમામ જાતિના લોકોને આ સર્વેમાં સમાવવામાં આવ્યા છે. સર્વેમાં કુલ 14 સવાલ ભારતના અલગ અલગ ભાગમાં અલગ અલગ ઉંમરના લોકોને પૂછવામાં આવ્યા હતા, સવાલમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તિબેટ શું છે તેના જવાબમાં મોટાભાગના ભારતીયોનું માનવું છે કે તિબેટએ ચાઈના દ્વારા લઈ લેવામાં આવેલો પ્રદેશ છે. જ્યારે 4માંથી 3 ભારતીયોને તિબેટની સાચી પરિસ્થિતિ વિશે ખબર જ નથી.

 

 

ઉલ્લેખનીય છે કે તિબેટને લઈ સૌથી વધુ સંવેદના ઉત્તર પૂર્વના રાજ્યોમાં જોવા મળી. જ્યારે સૌથી ઓછી સંવેદના દક્ષિણ ભારતમાં જોવા મળી છે. સૌથી વધારે રોમાંચક વાત એ છે કે 80% લોકો ફ્રી-તિબેટની વાતને સમર્થન આપી રહ્યા છે. સાથે જ 2/3 લોકોનું કહેવું છે કે આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને ભારતના સર્વોચ્ચ નાગરિકતા પુરસ્કાર ભારતથી સન્માનિત કરવા જોઈએ. દલાઈ લામાને ભારત રત્ન આપવો જોઈએ. સાથે જ ઘણા જવાબ આપનારાઓનું કહેવું છે કે ચાઈના દ્વારા તિબેટમાં થઈ રહેલા માનવ અધિકાર હનન વિશે તેમને કોઈ જાણકારી નથી.

 

 

સર્વેમાં એક સવાલ છે કે શું તમને લાગે છે કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા માનવ અધિકારને લઈ જે પરિસ્થિતી છે તિબેટમાં તે મદદ કરી શકે છે જવાબમાં પીએમ મોદીના સમર્થકોનું માનવું છે કે તેઓ ઘણા બદલાવ લાવી શકે તેમ છે. સાથે જ જવાબ આપનારાઓનું કહેવું છે કે ચાઈના દ્વારા તિબેટમાં થઈ રહેલા માનવ અધિકાર હનન વિશે તેમને કોઈ જાણકારી નથી. સર્વે દરમિયાન લોકોનું પણ માનવું છે કે મીડિયા દ્વારા તિબેટને યોગ્ય કવરેજ આપવામાં આવ્યું નથી.

 

આ પણ વાંચો: Serum Institute Fire: CEO અદાર પુનાવાલાએ મૃતકોને 25 લાખની સહાયની કરી જાહેરાત

Click on your DTH Provider to Add TV9 Gujarati