આઝાદીના અમૃત મહોત્સવ પર વિદ્યાર્થીઓએ બનાવેલા 75 ઉપગ્રહો થશે લોન્ચ, UNGA માં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વએ વિજ્ઞાન આધારિત, બુદ્ધિગમ્ય અને પ્રગતિશીલ વિચારસરણીને વિકાસનો આધાર બનાવવો જોઈએ. વિજ્ઞાન આધારિત અભિગમને મજબૂત કરવા માટે ભારત અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ પર વિદ્યાર્થીઓએ બનાવેલા 75 ઉપગ્રહો થશે લોન્ચ, UNGA માં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 11:48 PM

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 76 માં સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરવા માટે ભારતના મહત્વાકાંક્ષી મિશનની શરૂઆત કરી હતી. આઝાદીના 75 વર્ષ નિમિત્તે, શાળાઓ અને કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા 75 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે, પીએમ મોદીએ યુએનજીએ (UNGA) સત્રમાં જણાવ્યું હતું.

ભારતીય ઉપગ્રહ સંશોધન સંગઠન (ISRO) અને અન્ય ટેક્નો-સ્પેસ સંસ્થાઓના સહયોગથી ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) દ્વારા અંતરિક્ષમાં વિદ્યાર્થી દ્વારા બનાવાયેલા ઉપગ્રહો લોન્ચ કરવા માટે ’75 ઉપગ્રહો’ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. સત્તાવાર વેબસાઇટ મુજબ, સંદેશા વ્યવહાર સુધારવા માટે 2022 સુધીમાં 75 નાના સેટેલાઇટ સિસ્ટમ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય છે. આ પહેલ પ્રધાનમંત્રીના ‘ગગનયાન સ્પેસ મિશન 2022’ થી પ્રેરિત છે.

પ્રત્યાઘાતી વિચારધારા અને ઉગ્રવાદ વિશ્વ માટે જોખમી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

યુએનજીએમાં (UNGA) શીખવા માટે વિજ્ઞાન આધારિત દ્રષ્ટીકોણના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “રીગ્રેસિવ થિંકિંગ અને ઉગ્રવાદ વિશ્વ માટે ઝડપથી જોખમી બની  રહ્યા છે. આ સંજોગોમાં, સમગ્ર વિશ્વએ વિજ્ઞાન આધારિત તર્કસંગત અને પ્રગતિશીલ વિચારને તેના વિકાસ કાર્યક્રમોનો આધાર બનાવવો પડશે.

વિજ્ઞાન આધારિત અભિગમને મજબૂત કરવા માટે, ભારત અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમે શાળાઓમાં હજારો અટલ ટિંકરિંગ લેબ્સ ખોલી છે. આ ઉપરાંત, પીએમ મોદીએ કોવિડ -19 મહામારીમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને આતંકવાદ અને અફઘાનિસ્તાનમાં સંકટની પરીસ્થિતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

આઝાદીથી અત્યાર સુધી ઘણા બદલાવ જોવા મળ્યા છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. આર્યભટ્ટ ઉપગ્રહને 1975 માં 19 એપ્રિલના રોજ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. ઈસરોએ સોવિયેત યુનિયનની મદદથી ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ સફળતા પૂર્વક અવકાશમાં મોકલ્યો. તમે આર્યભટ્ટ નામ સાંભળ્યું જ હશે, આ નામ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી પડ્યું છે. જો આપણે ઉપગ્રહ વિશે વાત કરીએ, તો તેનું વજન 360 કિલો હતું. તેને બનાવવા માટે ત્રણ કરોડથી વધુનો ખર્ચ થયો.

ટેસ્ટ ટ્યુબ બેબી

વર્ષ 1978 વિજ્ઞાન માટે ઘણું સારું સાબિત થયું કારણ કે ભારતમાં વર્ષ 1978 માં ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળકનો જન્મ થયો હતો. જે સામાન્ય બાબત ન હતી. ભારત ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળક પેદા કરનાર વિશ્વનો બીજો દેશ બન્યો. આ બાળકનો જન્મ કોલકાતામાં થયો હતો. ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા જન્મેલી બાળકીનું નામ દુર્ગા રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  PM Modi UNGA: પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું, અફઘાનિસ્તાન પર પણ બોલ્યા, જાણો UNમાં વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">