કાશ્મીરમાં વાન ખીણમાં પડતા, 7થી 8ના મોતની આશંકા, મૃતકમાં એક વ્યક્તિ સુરતની

કાશ્મીરમાં વાન ખીણમાં પડતા, 7થી 8ના મોતની આશંકા, મૃતકમાં એક વ્યક્તિ સુરતની
Accident (symbolic image)

લદ્દાખને જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) સાથે જોડતા ઝોજિલા પાસ પર ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં સાતથી આઠ લોકોના મોતની આશંકા છે. સોનમાર્ગમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પર્યટકોની કારને અકસ્માત નડ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 26, 2022 | 9:09 AM

જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) ઝોજિલા પાસ (Zojila pass) પર ટેક્સી વાન ઊંડી ખીણમાં પડી જતાં ઘણા લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. તેઓએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે વાહન શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Srinagar-Leh National Highway) પરથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે એકાએક કાબુ ગુમાવતા માર્ગ પરથી લપસી ગયું અને ઊંડી ખાઈમાં પલટી ગયું. ઝોજિલા પાસ 3400 મીટરની ઉંચાઈ પર આવેલું છે.

ટેક્સી કારગિલથી શ્રીનગર જઈ રહી હતી.

લદ્દાખને જમ્મુ અને કાશ્મીર સાથે જોડતા ઝોજિલા પાસ પર ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં સાતથી આઠ લોકોના મોતની આશંકા છે. સોનમાર્ગમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પર્યટકોની કારને અકસ્માત નડ્યો છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, લદ્દાખ-જમ્મુ-કાશ્મીર રોડના ઝોજિલા પાસ વિસ્તારમાં 7 થી 8 લોકોને લઈને જતી એક ટેક્સી રસ્તા પરથી લપસીને 440 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ, સેના અને સ્થાનિક લોકો બચી ગયેલાઓની શોધ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ ઘટના અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. વધુ સમાચાર જાણવા અહી  tv9gujarati.com ક્લિક કરો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati