લગ્નના 41 વર્ષમાં પતિ-પત્નીએ એકબીજા પર કર્યા 60 કેસ, ચીફ જસ્ટિસે આપ્યો આ જવાબ

સુપ્રીમ કોર્ટના (Supreme Court Of India) ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું "કેટલાક લોકોને લડાઈમાં મજા આવે છે. તેઓ હંમેશા કોર્ટમાં રહેવા માંગે છે. તેઓ કોર્ટને જોયા વગરતો સૂઈ શકતા નથી."

લગ્નના 41 વર્ષમાં પતિ-પત્નીએ એકબીજા પર કર્યા 60 કેસ, ચીફ જસ્ટિસે આપ્યો આ જવાબ
Supreme Court (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 10:32 AM

તમે પતિ અને પત્ની વચ્ચે છુટાછેડાના ઘણા કેસો વિશે સાંભળ્યુ હશે પણ તાજેતરમાં એક દંપતિ વચ્ચે અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને તમે ચોક્કસ ચોંકી ઉઠશો. લગ્નના 41 વર્ષમાં પતિ અને પત્ની વચ્ચે 60 કેસનો એક ખુબ જ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેને લઈ ચીફ જસ્ટિસ પણ વિચારવા પર મજબૂર બન્યા છે. ચીફ જસ્ટિસ એનવી રમના (Chief Justice NV Ramana) બુધવારે એક વિશેષ વૈવાહિક વિવાદ કેસથી મૂંઝવણમાં દેખાયા હતા. અલગ પડી ગયેલા દંપતીએ 41 વર્ષના ગાળામાં એકબીજા સામે 60 કેસ દાખલ કર્યા છે. આ 41 વર્ષોમાં તેઓ 11 વર્ષથી અલગ પણ છે.

લાઈવ હિન્દુસ્તાનના એક અહેવાલ મુજબ દંપતીના કેસ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ ચાલ્યા છે અને એવું જોવામાં આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે. પત્નીએ સસરા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે બંને પક્ષ મધ્યસ્થી કરવા માંગે છે.

સુપ્રીમ કોર્ટના (Supreme Court Of India) ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું “કેટલાક લોકોને લડાઈમાં મજા આવે છે. તેઓ હંમેશા કોર્ટમાં રહેવા માંગે છે. તેઓ કોર્ટને જોયા વગરતો સૂઈ શકતા નથી.” CJI બેન્ચે દંપતીને વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવાનું સૂચન કર્યું હતું. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, વકીલોની પ્રતિભા પણ જોવી જોઈએ. દંપતી કેટલીવાર કોર્ટમાં આવ્યા તેનાથી તેણીને પણ આશ્ચર્ય થયું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સુપ્રીમ કોર્ટે પત્નીના વકીલને પૂછ્યું કે શું તેઓ સમાધાન કરવા માટે તૈયાર છે? તેમના વકીલે કહ્યું કે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે, પરંતુ હાઈકોર્ટની કાર્યવાહી પર સ્ટે ન મૂકવો જોઈએ. બેન્ચે કહ્યું કે આ શક્ય નથી. “એવું લાગે છે કે તમને લડવામાં ખૂબ જ રસ છે. તમારી પાસે બંને વિકલ્પો ના રહી શકે. તમે એક જ સમયે બે વિકલ્પોનો ઉપયોગ કરી શકતા નથી,”

આ પણ વાંચો: ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન

આ પણ વાંચો: Nari Contractor વેસ્ટ ઈન્ડિઝમાં 6 દશક પહેલા ઘાયલ થયા હતા, માથામાં લગાવેલ મેટલ પ્લેટ 60 વર્ષે ઓપરેશન કરી બહાર નિકાળી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">