6 દિવસના આયુર્વેદિક ઉપચારથી કોરોગ્રસ્ત દર્દીને સાજો કર્યાનો AIIA એ દાવો કર્યો, અભ્યાસ જનરલ ઓફ આયુર્વેદમાં પ્રકાશિત થયો

આયુષ મંત્રાલય હેઠળ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ના ડોકટરોની ટીમે શોધ્યું છે કે આયુર્વેદ દવાઓ, આયુષ ક્વાથ અને ફીફાટ્રોલ ગોળીઓ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને સાજા કરી શકે  છે.  ડોકટરોએ કોરોનાથી સંક્રમિત દર્દીને ફીફિટ્રોલ તેમજ આયુષ કવાથ, શેષામણિ વટી અને લક્ષ્મીવિલાસાનો રસ આપ્યો હતો જેના કારણે કોરોના પોઝિટિવ દર્દી માત્ર 6 દિવસમાં કોરોના નેગેટિવ […]

6 દિવસના આયુર્વેદિક ઉપચારથી કોરોગ્રસ્ત દર્દીને સાજો કર્યાનો AIIA એ દાવો કર્યો, અભ્યાસ જનરલ ઓફ આયુર્વેદમાં પ્રકાશિત થયો
Ankit Modi

| Edited By: Pinak Shukla

Nov 03, 2020 | 9:49 AM

આયુષ મંત્રાલય હેઠળ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ના ડોકટરોની ટીમે શોધ્યું છે કે આયુર્વેદ દવાઓ, આયુષ ક્વાથ અને ફીફાટ્રોલ ગોળીઓ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને સાજા કરી શકે  છે.  ડોકટરોએ કોરોનાથી સંક્રમિત દર્દીને ફીફિટ્રોલ તેમજ આયુષ કવાથ, શેષામણિ વટી અને લક્ષ્મીવિલાસાનો રસ આપ્યો હતો જેના કારણે કોરોના પોઝિટિવ દર્દી માત્ર 6 દિવસમાં કોરોના નેગેટિવ થઈ ગયો છે આ કેસ અભ્યાસ જનરલ ઓફ આયુર્વેદમાં પ્રકાશિત થયો છે.
30 વર્ષીય કોરોના સંક્રમિત દર્દીને નવી દિલ્હીના અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીમાં કોરોનાના  એક કરતા વધારે લક્ષણ હતા. દર્દીને ફીફાટ્રોલ દવા આપવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે દર્દીની અંદર હાજર કોરોના વાયરસ ફક્ત છ દિવસમાં દૂર થયા હતા. આ સમય દરમિયાન દર્દીને કોઈ એલોપથીની દવા આપવામાં આવતી નહોતી. પ્રકાશિત અહેવાલમાં ડોકટરોની ટીમ કહે છે કે આવા દર્દીઓમાં કેસ સ્ટડી જરૂરી છે. ફિફટ્રોલ પાંચ પ્રમુખ ઔષધિઓ  સુદર્શન ઘન વાટી, સંજીવની વટી , ગોદાંતિ ભસ્મા, ત્રિભુવન કીર્તિ રસ અને મૃત્યુંજય રસમાંથી બનાવવામાં આવે છે.  આઠ અન્ય વનસ્પતિઓમાં તુલસી, દરુહરિદ્ર, કુટકી, ચિરતા, ગુડુચી, અપમાર્ગ, કરંજા અને મોથા શામેલ છે. એમિલ ફાર્માસ્યુટિકલ ઘણા દિવસોના સંશોધન પછી આ ફોર્મ્યુલા તૈયાર કર્યો છે.
આયુર્વેદથી કોરોનાની સારવાર માટે વિગતવાર માર્ગદર્શિકા અને પ્રોટોકોલ જારી કર્યા હતા પરંતુ IMA એ  તેનો વિરોધ કર્યો હતો. આયુર્વેદને કોરોના માટે સારવાર આપવામાં આવે તે અંગે સરકાર પાસે કયા પુરાવા છે તેનો સવાલ કર્યો હતો.વિવાદિત બનેલા મામલે હવે સ્પષ્ટ છે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદએ IMA ના પ્રશ્નના જવાબ  કેસ સ્ટડી દ્વારા આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati