વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં 51 મંત્રી કરોડપતિ છે. તેમાં સૌથી વધુ અમીર મંત્રી શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ છે. તેમની સંપતિ 217 કરોડ રૂપિયા છે. હરસિમરત કૌર પછી મહારાષ્ટ્રથી રાજયસભા સાંસદ પીયૂષ ગોયલ બીજા નંબરે છે. તેમની કુલ સંપતિ 95 કરોડ રૂપિયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્રીજા સૌથી અમીર મંત્રી ગુરૂગ્રામથી રાવ ઈન્દ્રજીત સિંહ છે. તેમની સંપતિ 42 કરોડ રૂપિયા જેટલી છે. ત્યારબાદ ચોથા નંબર પર ગાંધીનગરના સાંસદ અમિત શાહ છે. તેમની સંપતિ 40 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 46માં નંબરે છે, તેમની પાસે 2 કરોડ રૂપિયાની સંપતિ છે. લગભગ 10 મંત્રીઓ પાસે વડાપ્રધાન મોદી કરતાં ઓછી સંપતિ છે.
તેમાં બીકાનેરથી સાંસદ અર્જૂન રામ મેઘવાલ, મધ્યપ્રદેશના મોરનિયાથી સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સામેલ છે. મુજફ્ફરનગરથી સાંસદ સંજીવ કુમાર બાલિયાન, અરૂણાચલ પશ્ચિમથી સાંસદ કિરણ રિજૂજૂ અને ઉત્તર પ્રદેશના ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિએ તેમની સંપતિ લગભગ 1 કરોડ રૂપિયા જાહેર કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]