મમતાની મહાબેઠકમાંથી 5 પક્ષો ગાયબ, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર 17 પક્ષોનું મંથન, ફારૂક અબ્દુલ્લાના નામ પર ચર્ચા

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને TMCના વડા મમતા બેનર્જીએ (Mamata Banerjee) બુધવારે તમામ વિપક્ષી દળોની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં 17 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

મમતાની મહાબેઠકમાંથી 5 પક્ષો ગાયબ, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર 17 પક્ષોનું મંથન, ફારૂક અબ્દુલ્લાના નામ પર ચર્ચા
Mamata BanerjeeImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 9:00 PM

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની (President Election) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેને લઈને કેન્દ્રીય ચૂંટણી (Election Commission) પંચે તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને દેશનો રાજકીય પારો ગરમાયો છે. આ માટે બુધવાર ખૂબ જ મહત્વનો રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષી દળોના તમામ પ્રમુખ TMC ચીફ મમતા બેનર્જીની મહાબેઠકમાં આવ્યા છે. આ મહાબેઠકની પટકથા મમતા બેનર્જીની (Mamata Banerjee) તરફથી વિતેલા દિવસોમાં લખી હતી. જે અંતર્ગત મમતા બેનર્જીએ તમામ વિપક્ષી દળોના પ્રમુખોને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ બુધવારે નવી દિલ્હીમાં આ મહાબેઠક યોજાઈ હતી. જેમાં 17 વિપક્ષી દળોના NDA ગઠબંધનના વિરોધમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે. આ 10 પોઈન્ટમાં જાણીએ કે દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અત્યાર સુધી શું થયું છે.

  1. કેન્દ્રીય ચૂંટણી પંચે 9મી જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 29 જૂન નામાંકન કરવાની છેલ્લી તારીખ હશે. બે ઉમેદવારો હોય તો 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે.
  2. ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ 11મી જૂને TMCના વડા મમતા બેનર્જીએ તમામ વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું હતું. જેમાં મમતાએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોના પ્રમુખો તેમજ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપ્યું હતું.
  3. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિરોધ દળોની બેઠક વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પાવરે રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની ના પાડી હતી. તે આ રેસમાં સામેલ નથી. તેમને બેઠકમાં પણ બોલાવવામાં આવ્યા હતા.
  4. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટીએમસીના વડા મમતા બેનર્જીએ બોલાવેલી બેઠકમાં સામેલ થવા માટે કોંગ્રેસ સંમત થઈ હતી. જે અંતર્ગત કોંગ્રેસના રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુનના નેતૃત્વમાં ત્રણ સભ્યોના પ્રતિનિધિમંડળની જાહેરાત કરવામાં આવી હતી.
  5. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મમતા બેનર્જીએ બોલાવેલી વિપક્ષી બેઠક માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ બુધવારે સવારે કેજરીવાલની પાર્ટીએ આ બેઠકથી પોતાને દૂર કરી લીધા હતા.
  6. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મમતા બેનર્જીએ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને પણ આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ લાંબા સમયથી ત્રીજા મોરચાને આકાર આપવાનો પ્રયાસ કરી રહેલા કેસીઆરે પણ આ બેઠકથી દૂર રહેવાની જાહેરાત કરી હતી.
  7. રાષ્ટ્રપતિ પદ માટે નામ નક્કી કરવાના હેતુથી યોજાયેલી મહાબેઠક પહેલા ગોપાલ કૃષ્ણના નામ પર ચર્ચાઓ શરૂ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમનું નામ હતું. તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.
  8. રાષ્ટ્રપતિ પદ માટે બોલાવેલી બેઠકમાં AIMIMના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ પણ દૂર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે તેમને આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.
  9. મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 22 દળોને આમંત્રણ મોકલ્યા હતા, જેમાં 17 રાજકીય દળોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં હાજરી આપી હતી અને કુલ પાંચ પક્ષોએ બેઠકથી દુર રહ્યા હતા.
  10. બેઠકમાં 17 વિપક્ષી દળો વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવા સંમતિ દર્શાવી હતી. આ દરમિયાન શરદ પવારની ના બાદ ફારુક અબ્દુલ્લાના નામની પણ ચર્ચા થઈ હતી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">