બિહારના મુઝફ્ફરપુરમાં દારુ પીવાથી 4ના મોત, નકલી દારૂ પીવાથી ચારેય લોકોના મોત થયાનો અંદાજ

આ ઘટના કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સિરસિયા ગામમાં ત્રણ અને બરિયારપુર ગામમાં એક વ્યક્તિનું મોત થયું છે. મામલો સામે આવ્યા બાદ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બિહારના મુઝફ્ફરપુરમાં દારુ પીવાથી 4ના મોત, નકલી દારૂ પીવાથી ચારેય લોકોના મોત થયાનો અંદાજ
4-killed-in-bihars-muzaffarpur-relatives-say-all-drank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 7:02 PM

બિહાર(Bihar)માં ફરી એકવાર દારુ(liquor)ના કારણે 4 વ્યક્તિના મોત થયા છે. ગોપાલગંજ(Gopal Ganj) બેતિયા અને સમસ્તીપુરમાં સતત મોત બાદ હવે ફરી એકવાર મુઝફ્ફરપુરમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. મૃતકોના સંબંધીજનોનું કહેવુ છે કે નકલી દારૂ પીવાથી ચારેય લોકોના મોત થયા છે.

સંબંધીઓએ સ્વીકાર્યુ સોમવારે સવારે મુઝફ્ફરપુર જિલ્લામાં બે લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. તેમજ અન્ય કેટલાક લોકોને સારવાર આપવામાં આવી હતી. જ્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ હતું. આ દરમિયાન સારવાર કરાયેલા લોકોના સંબંધીઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ, હવે સમગ્ર મામલામાં વધુ વિગતો સામે આવી રહી છે. આ લોકોએ ઝેરી દારૂ પીધો હોવાનું ખુલ્યુ છે. વધુ બે લોકોના મોત નીપજતાં તેમના સગા-સંબંધીઓએ આગળ આવીને જણાવ્યું છે કે મૃત્યુ પામેલાઓએ દારૂ પીધો હતો.

કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના સમગ્ર ઘટના કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ વિસ્તારના સિરસિયા ગામમાં ત્રણ અને બરિયારપુર ગામમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેનું મોત દારૂ પીવાના કારણે થયું હોવાનું પરિવારજનોનું કહેવું છે. સવારે મૃત્યુ પામેલા બે લોકોમાં સિરસિયા ગામના સુમિત રાય ઉર્ફે ગોપી અને અશોક કુમારનો સમાવેશ થાય છે. હવે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા બે લોકોના નામ સિરસિયા ગામના દિલીપ રાય અને રામબાબુ રાય છે.

પત્નીએ પણ પતિના દારૂ પીવાનો સ્વીકાર કર્યો મૃતક સુમિત રાયની પત્ની શોભા દેવીએ કહ્યું છે કે તેના પતિએ દારૂ પીધો હતો. આ પછી તેના શરીરમાં દુખાવો થવા લાગ્યો અને પછી અચાનક તેને લોહીની ઉલ્ટી થવા લાગી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શોભા દેવીનો પતિ સુમિત કડિયાકામ કરતો હતો. સોમવારે જ તેણે ગામના કેટલાક લોકો સાથે દારૂ પીધો હતો. આ કિસ્સામાં, ગ્રામજનોનું કહેવું છે કે શહેરમાં 6 લોકો સારવાર હેઠળ છે. જેમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કેસમાં એસએસપી જયંતકાંતે કહ્યું છે કે શંકાસ્પદ સંજોગોમાં લોકોના મોતની માહિતી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ કહી શકાશે.

આ પણ વાંચોઃ CBSE 10th 12th Term-1 Admit Card 2021: CBSE ટર્મ-1 પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચોઃ Surat: મંત્રી મુકેશ પટેલની ફરિયાદ બાદ પેટ્રોલપંપ કંપની આવી હરકતમાં, નયારા કંપનીએ જાતે જ બંધ કર્યો પંપ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">