4 days work: શું હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવું પડશે? જાણો શું કહ્યું સરકારે

4 days work : મંત્રી સંતોષ ગંગવારે સપ્તાહમાં ચાર વર્કિંગ ડે મામલે લોકસભામાં સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્તાહમાં ચાર કાર્યકારી દિવસ અને અઠવાડિયામાં 40 કલાક માટે કોઈ યોજના નથી વધુમાં ઉમેરવામાં આવ્યું કે અત્યારે આવી કોઈ દરખાસ્ત લાવવાનો વિચાર નથી.

4 days work:  શું હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવું પડશે? જાણો શું કહ્યું સરકારે
File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 25, 2021 | 7:00 AM

4 days work : મંત્રી સંતોષ ગંગવારે સપ્તાહમાં ચાર વર્કિંગ ડે મામલે લોકસભામાં સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્તાહમાં ચાર કાર્યકારી દિવસ અને અઠવાડિયામાં 40 કલાક માટે કોઈ યોજના નથી વધુમાં ઉમેરવામાં આવ્યું કે અત્યારે આવી કોઈ દરખાસ્ત લાવવાનો વિચાર નથી.

સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે કામના કલાકો, કામકાજના દિવસો, રજાઓ અંગેનો નિર્ણય સેન્ટ્રલ પે કમિશન લે છે. ચોથા પગારપંચની ભલામણ મુજબ નાગરિક પ્રશાસનિક કચેરીના કેન્દ્રીય કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ અને દૈનિક ધોરણે સાડા આઠ કલાક કામ કરવું જરૂરી છે. સાતમા સેન્ટ્રલ પગારપંચે પણ પોતાના સૂચનમાં કહ્યું છે કે આ નિયમ હાલમાં ચાલુ રાખી શકાય. શ્રમ કાયદામાં સુધારો લાવવા માટે કુલ 44 પ્રકારના જૂના શ્રમ કાયદાને ચાર કોડમાં એકીકૃત કરવામાં આવ્યા છે અને તે અમલના છેલ્લા તબક્કામાં છે. નવો લેબર કોડ 1 એપ્રિલ 2021 થી લાગુ કરી થઇ શકે છે.

આ ચાર લેબર કોડ 1 એપ્રિલ 2021 થી લાગુ થશે મોદી સરકારે ચાર લેબર કોડ રજૂ કર્યા છે. આ કોડ્સના અમલ દ્વારા દેશના શ્રમ બજારમાં સુધારેલા નિયમો અને કાયદાઓનો નવો દોર શરૂ થશે. ડ્રાફ્ટની અંતિમ પ્રક્રિયા થતાં કર્મચારીઓને અઠવાડિયામાં ચાર કામકાજ અને તેની સાથે ત્રણ દિવસની રજા આપવાનો વિકલ્પ રહેશે. આ સિવાય મંત્રાલય અસંગઠિત ક્ષેત્રમાં કામદારોના નોંધણી અને કલ્યાણ માટે ઇન્ટરનેટ-પોર્ટલ તૈયાર કરી રહ્યું છે. અધિકારીઓના મતે આ પોર્ટલ જૂન સુધીમાં તૈયાર થઈ શકે છે. આ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નોંધણી અને અન્ય સુવિધાઓ પ્રદાન કરી શકાય છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

નવા લેબર કોડની હાઈલાઈટ્સ >> જો કોઈ કર્મચારી દિવસમાં 8 કલાકથી વધુ અથવા અઠવાડિયામાં 48 કલાકથી વધુ સમય માટે કામ કરે છે તો તેને સામાન્ય પગાર કરતાં ઓવરટાઇમનો બે ગણો પગાર મળશે. >> નવા લેબર કોડના ડ્રાફ્ટમાં કર્મચારીઓના કામના કલાકો દિવસના 12 કલાક સુધી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ આ સમયગાળો 9 કલાકનો હતો અને તેમાં એક કલાકનો આરામ પણ સામેલ હતો. >> ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશનની પરિસ્થિતિઓના નામના કોડમાં સરકારે કહ્યું છે કે કંપનીઓને દિવસમાં 12 કલાક કામના કલાકો રાખવા દેવા જોઈએ. >> ઓવરટાઇમની ગણતરી અંગે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારી 15 થી 30 મિનિટ કામ કરે છે, તો તે સંપૂર્ણ 30 મિનિટ તરીકે ગણાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">