વિશ્વના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરમાં ભારતના 3 શહેર, જાણો કયા શહેરની હવામાં કેટલુ છે ઝેર

વિશ્વમાં પ્રદૂષણ એક ચિંતાનો વિષય છે. જેથી Cop26 જેવી પરિષદોમાં ક્લાઈમેટ ચેન્જ પર ગંભીર ચર્ચા થઈ રહી છે,

વિશ્વના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરમાં ભારતના 3 શહેર, જાણો કયા શહેરની હવામાં કેટલુ છે ઝેર
3-cities-in-india-among-the-10-most-polluted-cities-in-the-world-india-reported-increasing-pollution

પ્રદૂષણ (Pollution) હાલમાં માત્ર ભારત (India)ની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય છે. જેથી સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAir સેવા દ્વારા દુનિયાના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.આ યાદીમાં 556ની સરેરાશ AQI સાથે દિલ્હી (Delhi) ટોચ પર છે, જ્યારે સમગ્ર યાદીમાં કોલકાતા (Kolkata) ચોથા અને મુંબઈ(Mumbai) છઠ્ઠા ક્રમે છે

દિલ્હીમાં વધતુ પ્રદૂષણ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સ્વાસ્થ્ય કટોકટીની ચિંતા વધી રહી છે. નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. DSS વિશ્લેષણ દર્શાવે છે કે શુક્રવારના રોજ, ડાંગરના પરાળની આગમાં દિલ્હીના PM 2.5 (2.5 માઇક્રોમીટરથી ઓછા વ્યાસવાળા અલ્ટ્રાફાઇન પાર્ટિક્યુલેટ મેટર)ના 15 ટકા ફાળો હતો, સ્થાનિક વાહનોના ઉત્સર્જનનો હિસ્સો 25 ટકા હતો, ઘરોમાંથી ઉત્સર્જનનો ફાળો 7 ટકા હતો. દિલ્હીના કણોના સ્તરો અને ઉદ્યોગોના ટકા અને તેની પરિઘ શહેરની પ્રદૂષણ પ્રોફાઇલના 9-10 ટકા છે.

પ્રદૂષણ વિશ્વ માટે ચિંતાનો વિષય વિશ્વમાં પણ પ્રદૂષણના કારણે કઇક આવી જ સ્થિતિ છે. જેથી Cop26 જેવી પરિષદોમાં ક્લાઈમેટ ચેન્જ પર ગંભીર ચર્ચા થઈ રહી છે, ત્યારે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirની એર ક્વોલિટી એન્ડ પોલ્યુશન સિટી ટ્રેકિંગ સર્વિસે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના ત્રણ શહેરો છે. આ યાદીમાં પાકિસ્તાન અને ચીનના વિસ્તારો પણ સામેલ છે.

IQAir અનુસાર, સૌથી ખરાબ હવા ગુણવત્તા ધરાવતા 10 શહેર આ છે

1. દિલ્હી, ભારત (AQI: 556)

2. લાહોર, પાકિસ્તાન (AQI: 354)

3. સોફિયા, બલ્ગેરિયા (AQI: 178)

4. કોલકાતા, ભારત (AQI: 177)

5. ઝાગ્રેબ, ક્રોએશિયા (AQI: 173)

6. મુંબઈ, ભારત (AQI: 169)

7. બેલગ્રેડ, સર્બિયા (AQI: 165)

8. ચેંગડુ, ચીન (AQI: 165)

9. સ્કોપજે, ઉત્તર મેસેડોનિયા (AQI: 164)

10. ક્રેકો, પોલેન્ડ (AQI: 160)

ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (IITM) ની નિર્ણય સહાયક પ્રણાલીએ માહિતી આપી કે શુક્રવારે દિલ્હીને પણ ઝજ્જર, ગુરુગ્રામ, બાગપત, ગાઝિયાબાદ અને સોનીપત સહિતના અન્ય શહેરોમાંથી પ્રદૂષકો મળ્યાં હતાં. નોંધનીય છે કે શૂન્યથી 50 ની વચ્ચેનો AQI સારો, 51 થી 100 સંતોષકારક, 101 થી 200 મધ્યમ, 201 થી 300 નબળો, 301 થી 400 અત્યંત નબળો અને 401 થી 500 ની વચ્ચે ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ Kangana ranautના નિવેદન સામે દેશભરમાં હંગામો, અનેક શહેરોમાં ફરિયાદો, ભાજપના નેતાઓએ પણ કરી ટીકા

આ પણ વાંચોઃ બોની કપૂર અને તેમના પરિવારને મળ્યા દુબઇના Golden Visa, તસવીરો શેર કરી માન્યો આભાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati