અમદાવાદની જેમ જ સુરત અને વડોદરા સહીત દેશના 25 એરપોર્ટનું કરાશે ખાનગીકરણ

કોરોના મહામારીએ ગયા વર્ષે 137માંથી 133 એરપોર્ટને ભારે નુકસાનમાં ધકેલી દીધા છે. મોટાભાગના એરપોર્ટ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી સતત ખોટ કરી રહ્યાં છે.

અમદાવાદની જેમ જ સુરત અને વડોદરા સહીત દેશના 25 એરપોર્ટનું કરાશે ખાનગીકરણ
Airport (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 2:55 PM

દેશમાં વિમાનમાં (Plane) મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હવે સામાન્ય નાગરીકો પણ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. દેશનો ડોમેસ્ટિક એર ટ્રાફિક (Domestic air traffic) સતત વધી રહ્યો છે. આ વર્ષે નવેમ્બરમાં 1.05 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. વાર્ષિક ધોરણે આ સંખ્યા 64 ટકા વધારે છે. ઓક્ટોબરમાં હવાઈ મુસાફરી (Air travel) કરનારાઓની સંખ્યા 90 લાખ અને સપ્ટેમ્બરમાં 70 લાખની આસપાસ હતી.

હવે સમાચાર એવા સામે આવ્યા છે કે હવાઈ મુસાફરોની આ વધેલી સંખ્યાએ સરકાર માટે કમાણીનો નવો માર્ગ ખોલ્યો છે. સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં (National Monetization Plan) 25 એરપોર્ટનો સમાવેશ કર્યો છે. એટલે કે નેશનલ મોનીટાઈઝેશન પ્લાનમા સમાવેશ કરેલા 25 એરપોર્ટનુ પણ ખાનગીકરણ (Airport privatization) કરાશે.

શું છે સરકારની નવી યોજના આગામી ત્રણ વર્ષમાં 25 એરપોર્ટ ખાનગી હાથમાં જશે. આ એરપોર્ટની પસંદગી વાર્ષિક ટ્રાફિક અને સૂચિત મૂડી ખર્ચ યોજનાના આધારે કરવામાં આવી છે. આ એરપોર્ટમાં ભુવનેશ્વર, વારાણસી, ઈન્દોર, રાયપુર, નાગપુર, પટના, સુરત, રાંચી, ચેન્નાઈ, ભોપાલ અને દેહરાદૂન વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી, અમૃતસર, વારાણસી, ભુવનેશ્વર, ઈન્દોર, રાયપુર અને ત્રિચી એરપોર્ટનું બ્રાઉનફિલ્ડ PPP મોડલ પર મુદ્રીકરણ કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કાલિકટ, કોઈમ્બતુર, નાગપુર, પટના, મદુરાઈ, સુરત, રાંચી અને જોધપુર એરપોર્ટનું ખાનગીકરણ નાણાકીય વર્ષ 2022-23માં કરવામાં આવશે. આ પછીના નાણાકીય વર્ષ 2023-24માં ચેન્નાઈ, વિજયવાડા, તિરુપતિ, વડોદરા, ભોપાલ અને હુબલી એરપોર્ટનો નંબર આવશે. છેલ્લે, ઇમ્ફાલ, અગરતલા, ઉદયપુર, દહેરાદૂન અને રાજમુન્દ્રી એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવામાં આવશે.

હવે સમજીએ કે સરકાર આવું કેમ કરી રહી છે હકીકતમાં, કોરોના મહામારીએ ગયા વર્ષે 137માંથી 133 એરપોર્ટને ભારે નુકસાનમાં ધકેલી દીધું છે. મોટાભાગના એરપોર્ટ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી સતત ખોટમાં છે.

જો તમે સરકારના આ નિર્ણયની અસર તમારા પર જોશો તો ખાનગી કંપનીઓ તમારી પાસેથી સારી સેવા માટે ચાર્જ લેશે. એટલે કે એર ટિકિટમાં એરપોર્ટ ચાર્જનો હિસ્સો વધશે.એરપોર્ટના ખાનગીકરણના ત્રીજા તબક્કા હેઠળ લગભગ 10 એરપોર્ટ માટે એવોર્ડ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે નફામાં ચાલી રહેલા અને નુકસાનનો સામનો કરી રહેલા એરપોર્ટનું એક પેકેજ હેઠળ ખાનગીકરણ કેવી રીતે કરી શકાય. AAI તેની સમીક્ષા પણ કરી રહ્યું છે. એરપોર્ટના ખાનગીકરણ અંગે જે સમાચાર આવ્યા છે તે મુજબ પ્રથમ તબક્કામાં 6 થી 10 એરપોર્ટની પસંદગી કરવામાં આવશે.

આ સિવાય આ એરપોર્ટને 50 વર્ષ માટે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનું સંપૂર્ણ ધ્યાન સમગ્ર દેશમાં 100 એરપોર્ટના વિકાસ પર છે.

વર્ષ 2018 થી 2021 દરમિયાન AAIને થયેલા લાભો વિશે પણ સંસદમાં માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, રાજસ્થાનમાં જયપુર, ઉત્તર પ્રદેશમાં લખનૌ, આસામમાં ગુવાહાટી, કેરળના તિરુવનંતપુરમ અને કર્ણાટકના મેંગલુરુ એરપોર્ટને છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

થોડા મહિના પહેલા સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે વર્ષ 2022થી એરપોર્ટના ખાનગીકરણની તૈયારીઓ શરૂ કરી રહી છે. આ માટે AAIને ખાનગીકરણની શક્યતાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું હતું.સરકારનું માનવું છે કે ખાનગીકરણ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે. તેનો હેતુ મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવાનો છે.

આ પણ વાંચોઃ

Afghanistan Crisis : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા હિન્દુ અને શીખ સમુદાયના ભારતીય નાગરિકો આજે ભારત પરત ફરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">