જુવાર- બાજરીને પ્રોત્સાહન આપવાના ભારતીય પ્રસ્તાવને યુએનમાં મંજૂરી, પીએમ મોદીએ કહ્યું ભારતમાં માટે ગર્વની ક્ષણ

PM Modi એ થોડા દિવસ અગાઉ મોટા અનાજની માંગને લઇને કહ્યું હતું કે મોટા અનાજની માંગ પહેલેથી દુનિયામાં વધારે છે. પરંતુ કોરોના બાદ તે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પ્રસિદ્ધ થયું છે. ત્યારે જુવાર અને બાજરા જેવા અનાજને પ્રોત્સાહન આપવાની ભારતીય પહેલને મોટી સફળતા મળી છે.

  • tv9 webdesk33
  • Published On - 17:36 PM, 4 Mar 2021
જુવાર- બાજરીને પ્રોત્સાહન આપવાના ભારતીય પ્રસ્તાવને યુએનમાં મંજૂરી, પીએમ મોદીએ કહ્યું ભારતમાં માટે ગર્વની ક્ષણ

PM Modi એ થોડા દિવસ અગાઉ મોટા અનાજની માંગને લઇને કહ્યું હતું કે મોટા અનાજની માંગ પહેલેથી દુનિયામાં વધારે છે. પરંતુ કોરોના બાદ તે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પ્રસિદ્ધ થયું છે. ત્યારે જુવાર અને બાજરા જેવા અનાજને પ્રોત્સાહન આપવાની ભારતીય પહેલને મોટી સફળતા મળી છે. વર્ષ 2023 માટે બાજરીને આંતરરાષ્ટ્રીય અનાજ તરીકે જાહેર કરવાના ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદીએ ભારતના પ્રસ્તાવને સમર્થન આપતા દેશોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સફળતા કૃષિ વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટ-અપ્સ માટે સંશોધનની નવી શક્યતાઓ ઉભી કરશે. આ ઉપરાંત જુવાર-બાજરીના સેવનથી પોષણ અને ખાધ સલામતી સાથે ખેડૂતોનું કલ્યાણ પણ સુનિશ્ચિત થશે.

યુએનમાં ભારતના  પ્રસ્તાવને મંજૂરી આપી

વાસ્તવમાં સંયુક્ત રાષ્ટ્રમાં  ​​જુવાર-બાજરી (મિલેટ) ના આંતરરાષ્ટ્રીય વર્ષ અંગે ભારતના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતને આ વિશેની માહિતી આપીને આનંદ થયો. તેમણે કહ્યું કે ફૂડ બાસ્કેટમાં ફેરફાર અને અસર નીતિના મુખ્ય ઘટક તરીકે પોષક અને પર્યાવરણીય લાભોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મોટું પગલું છે. તેમજ ભારત તમામ સહ-પ્રાયોજકો ખાસ કરીને બાંગ્લાદેશ, કેન્યા, નેપાળ, નાઇજિરિયા, રશિયા અને સેનેગલ અને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોના તેમના મજબૂત સમર્થન બદલ આભાર માને છે.

વડાપ્રધાને કહ્યું કે ભારત માટે ગર્વની ક્ષણ

જેની બાદ PM Modi એ ટ્વિટ કર્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં મળેલી સફળતા ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં બાજરી અંગેના ઠરાવની શરૂઆત અને સમર્થન આપનારા તમામ દેશોને ટ્વિટ કરીને આભાર માન્યો. તેમણે જણાવ્યું હતું કે સ્વાદિષ્ટ જુવાર-બાજરા પણ પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને પીરસવામાં આવ્યા હતા. તે નાસ્તો છે જેનો તેઓ સ્વાદ લે છે અને અન્ય સાથીઓને પણ અજમાવવા આગ્રહ કરે છે.

PM Modi એ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે જુવાર-બાજરીને લોકપ્રિય બનાવવા માટે ભારત મોખરે છે. તેના વપરાશથી પોષણ, ખોરાકની સલામતી અને ખેડૂતોને લાભ  થાય છે. જે કૃષિ વૈજ્ઞાનિકો અને અન્ય સમુદાયો માટે સંશોધન તકો પણ ઉભી કરશે.

સંયુક્ત રાષ્ટ્રના 70 થી વધુ દેશોએ ભારતના આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, કેન્યા, નેપાળ, રશિયા અને સેનેગલે પણ યુએને 2023 માં બાજરી- જુવાર ( મિલેટ ) ને  આંતરરાષ્ટ્રીય અનાજ જાહેર કરવાની દરખાસ્ત કરી હતી.