1971ના યુદ્ધે દક્ષિણ એશિયાનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા: રાજનાથસિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'પાકિસ્તાનમાં ભારત વિરોધી લાગણી કેટલી પ્રબળ છે, તે એ હકીકત પરથી જોઈ શકાય છે કે તેઓ પોતાની મિસાઈલનું નામ ભારત પર આક્રમણ કરનારા હુમલાખોરોના નામ પરથી રાખે છે'.

1971ના યુદ્ધે દક્ષિણ એશિયાનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા: રાજનાથસિંહ
Defense Minister Rajnath Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 12:41 PM

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh) સ્વર્ણિમ વિજય પર્વના (Swarnim Vijay Parv) ઉદ્ઘાટન સમારોહમાં બોલતા કહ્યું, “આજે આપણે બધાએ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના (India Pakistan War) સુવર્ણ વિજય વર્ષના ભાગ રૂપે ઈન્ડિયા ગેટ પર ઉજવણી કરી. વિજયના તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. આ તહેવાર ભારતીય સેનાના (Indian Army) ભવ્ય વિજયના સન્માનમાં છે, જેણે દક્ષિણ એશિયાના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી નાખ્યા હતા.

રક્ષા મંત્રીએ કહ્યું, ‘આ કાર્યક્રમને વધુ ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના (CDS General Bipin Rawat) અકાળે અવસાન બાદ આ કાર્યક્રમને સાદગીથી સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અવસર પર હું પણ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” રાજનાથસિંહે કહ્યું, ‘આ દિવસે હું ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, પરાક્રમ અને બલિદાનને નમન કરું છું, જેના કારણે ભારત 1971ના યુદ્ધમાં જીત્યું હતું. આ દેશ એ તમામ વીરોના બલિદાન અને બલિદાનનો હંમેશા ઋણી રહેશે.

‘ભારત પરના હુમલાખોરોના નામે પાકિસ્તાને મિસાઇલોના પાડ્યા છે નામ’ સિંહે કહ્યું, ‘આ યુદ્ધ આપણને જણાવે છે કે ધર્મના આધારે ભારતનું વિભાજન એક ઐતિહાસિક ભૂલ હતી. પાકિસ્તાનનો જન્મ એક ધર્મના નામે થયો હતો. પરંતુ તે એક ન રહી શક્યો. 1971ની હાર પછી આપણો પાડોશી દેશ ભારતમાં સતત પ્રોક્સી વોર લડી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારત વિરોધી લાગણી કેટલી પ્રબળ છે, તે એ હકીકત પરથી જોઈ શકાય છે કે તેઓ પોતાની મિસાઈલનું નામ ભારત પર આક્રમણ કરનારા હુમલાખોરોના નામ પરથી રાખે છે. ઘોરી, ગઝનવી, અબ્દાલી! તેમને પૂછવું જોઈએ કે તેઓએ આજના પાકિસ્તાની વિસ્તારમાં પણ હુમલો કર્યો હતો. જ્યારે ભારતની મિસાઈલોના નામ આકાશ, પૃથ્વી, અગ્નિ છે. હવે આપણી એક મિસાઈલનું નામ પણ સંત રાખવામાં આવ્યું છે. ગઈકાલે જ તેનો સફળ પરિક્ષણ કરાયુ હતુ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

‘આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને તોડવા માંગે છે પાકિસ્તાન’ તેમણે કહ્યું, ‘પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને તોડવા માંગે છે. ભારતીય દળોએ 1971માં તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી અને હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે. આપણે સીધા યુદ્ધમાં જીત્યા છીએ, પરોક્ષ યુદ્ધમાં પણ જીત આપણી જ થશે. તેમણે કહ્યું, “આપણી સશસ્ત્ર દળને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવાનો અમારો ઉદ્દેશ્ય છે અને આ દિશામાં અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ‘વિજય પર્વ’ જેવી ઉજવણી આપણને આ માર્ગ પર ઝડપથી આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

આ પણ વાંચોઃ

UP Election 2022: ઓવૈસીની પાર્ટીના નેતાની જાહેરાત, વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર નારાયણ ત્યાગીને જૂતા મારનારને 11 લાખનું ઈનામ આપીશ

આ પણ વાંચોઃ

Kashi Vishwanath Dham: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">