દેપસાંગ, હોટસ્પ્રિગ્સ, ગોગરાથી સૈન્ય જવાનો હટાવવા, ભારત-ચીન વચ્ચે 16 કલાક ચાલી મંત્રણા

લદ્દાખ એલએસી (LAC) ખાતે આવેલ પૈંગોગ તળાવના ઉતર અને દક્ષિણ કાંઠેથી ભારત અને ચીનના સૈન્ય જવાનો અને હથિયારો સાથે પરત ફર્યા બાદ, હોટ સ્પ્રિગ્સ, ગોગરા અને ડેપસાંગ સહીત જ્યા ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે સંધર્ષ થયો હતો એ તમામ સ્થળેથી સૈન્ય જવાનોને શસ્ત્ર સંરજામ સાથે પાછા હટવા અંગે વાત થઈ.

દેપસાંગ, હોટસ્પ્રિગ્સ, ગોગરાથી સૈન્ય જવાનો હટાવવા, ભારત-ચીન વચ્ચે 16 કલાક ચાલી મંત્રણા
Deepsang, Hotsprigs, Gogra

લદ્દાખ એલએસી (LAC) ખાતે આવેલ પૈંગોગ તળાવના ઉતર અને દક્ષિણ કાંઠેથી ભારત અને ચીનના સૈન્ય જવાનો અને હથિયારો સાથે પરત ફર્યા બાદ, હવે સરહદના બીજા મોરચેથી પણ સૈન્ય જવાનોને પરત ફરવા અંગે ભારત (INDIA) અને ચીનના (CHINA) સૈન્ય અધિકારીઓ વચ્ચે, ચીનના મોલ્ડામાં (MOLDA) 16 કલાક સુધી બેઠક યોજાઈ. શનિવારે સવારે 10 વાગે કોર કમાન્ડર સ્તરની શરૂ થયેલી વાતચીત મોડી રાત્રીના બે વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં હોટ સ્પ્રિગ્સ, ગોગરા અને ડેપસાંગ સહીત જ્યા ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે સંધર્ષ થયો હતો એ તમામ સ્થળેથી સૈન્ય જવાનોને શસ્ત્ર સંરજામ સાથે પાછા હટવા અંગે વાત થઈ.

લાઈન ઓફ કંટ્રોલ (LAC) ઉપર ચીન તરફ આવેલા મોલ્ડોમાં ભારત અને ચીનના કોર કમાન્ડર કક્ષાની બેઠક યોજાઈ હતી. જેની આગેવાની ભારત તરફે કમાન્ડર લેફ્ટન્ટ જનરલ પીજીકે મેનને કર્યુ હતું. તો ચીનના પિપલ્સ લિબરેશન આર્મી (PLA) કમાન્ડર મેજર જનરલ લિયુ લિને કર્યું હતું. સમગ્ર વાતચીતનો સમગ્ર દોર, સૈન્ય જવાનોને પાછા લઈ જવા ઉપર જ કેન્દ્રીત રહ્યો હતો. બન્ને દેશના જવાનો વચ્ચે જયા જયા સંધર્ષ થયો છે તે સરહદના તમામ સ્થળેથી સૈન્ય જવાનોને એપ્રિલ 2020ની સ્થિતિએ પરત લઈ જવા ઉપર ભાર મૂક્યો છે.

ભારતના સૈન્ય જવાનો ફિગર 3 પાસે આવેલ ઘનસિહ થાપા પોસ્ટ ઉપર શિબીરમાં રહેશે, તો ચીનના સૈન્ય જવાનો પૈગોગ તળાવની ઉતર દીશાએ ફિગર 8ના પૂર્વ તરફ પરત ફરશે તેમ નક્કી થયુ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati