તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા 110 વર્ષના વ્યકિત

તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 110 વર્ષીય વ્યકિત Ramananda Theerthulu સ્વસ્થ થયા છે. તેમને ગાંધી હોસ્પિટલમાં કોરોનાના સામાન્ય લક્ષણો સાથે કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા 110 વર્ષના વ્યકિત
તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા 110 વર્ષના વ્યકિત

તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 110 વર્ષીય વ્યકિત Ramananda Theerthulu સ્વસ્થ થયા છે. તેમને ગાંધી હોસ્પિટલમાં કોરોનાના સામાન્ય લક્ષણો સાથે કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તે કોરોનાથી સ્વસ્થ થયા છે જો કે તેમ છતાં પણ ડોકટરે જણાવ્યું છે કે તેમને ડિસ્ચાર્જ કરતાં પૂર્વે થોડા દિવસ માટે નિરીક્ષણમાં રાખવામાં આવશે.

110 વર્ષના Ramananda Theerthulu    નામના વ્યક્તિ એકલા છે તેમને બીજી કોઇ બીમારી નથી અને તે કેસરાના આશ્રમમાં રહે છે. તેમની સાથે વાત કરતા ડોક્ટરોએ કહ્યું કે તે અગાઉ લગભગ બે દાયકા સુધી હિમાલયમાં રહ્યા હતા. નિવૃત્ત સરકારી તબીબ શ્રી રામાનંદને ગુરુ માનતા હતા.

જ્યારે Ramananda Theerthulu    કોરોનાના ચેપ લાગ્યો ત્યારે તેમને ડોક્ટરે ગાંધી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. તેમને ગાંધી હોસ્પિટલમાં 24 એપ્રિલના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરે જણાવ્યું કે  Ramananda Theerthulu  નું  પહેલા તેમનું ઑક્સીજન લેવલ 92 ટકા રહેતું હતું. પરંતુ હવે તે સ્વસ્થ છે. હવે તેમને નોન- ઑક્સીજન બેડ પર શિફટ કરવામાં આવશે. આ હોસ્પિટલના કોરોનાના માટેના નોડલ ઓફિસર ટી. પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે Ramananda Theerthulu   રિકવરી માટે સંપૂર્ણ લિક્વિડ ડાયટ આપવામાં આવ્યું હતું અને તે જ પ્રકારનું ભોજન પણ આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે , કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે Telangana માં પણ 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે તેલંગાણાના મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધતા જતા કેસોને કારણે બુધવારથી તેલંગાણામાં 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

Telangana માં લોકડાઉન દરમિયાન સવારે 6 થી સવારે 10 વાગ્યા સુધી  4 કલાકની છૂટછાટ આપવામાં આવી છે, તે દરમિયાન તમામ બહારનું કામ કરવું પડશે. તેલંગાણા ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં લોકડાઉન અમલમાં છે.