રસીકરણમાં UTTARAKHANDની મોટી ઉપલબ્ધી, પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ, PM MODIએ પાઠવી શુભેચ્છાઓ

Vaccination in Uttarakhand : વડાપ્રધાને કહ્યું કે ઉત્તરાખંડની આ સિદ્ધિ દેશની કોવિડ સામેની લડાઈમાં ખૂબ મહત્વની છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણું રસીકરણ અભિયાન સૌથી અસરકારક સાબિત થશે.

રસીકરણમાં UTTARAKHANDની મોટી ઉપલબ્ધી, પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ,  PM MODIએ પાઠવી શુભેચ્છાઓ
PM Narendra Modi

UTTARAKHAND : ઉત્તરાખંડમાં સરકાર કોરોના રસીકરણ (Vaccination in Uttarakhand)પર સતત ભાર આપી રહી છે. આ જ કારણ છે કે રાજ્યના તમામ પાત્ર લાભાર્થીઓને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે, એટલે કે ઉત્તરાખંડમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યની આ સિદ્ધિ બદલ રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે દેવભૂમિના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. કોવિડ સામે દેશની લડાઈમાં ઉત્તરાખંડની આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. મને વિશ્વાસ છે કે વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણું રસીકરણ અભિયાન સૌથી અસરકારક રહેશે અને તેમાં લોકોની ભાગીદારી મહત્વની છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં, ઉત્તરાખંડ સંપૂર્ણપણે લાયક લાભાર્થીઓને કોવિડ -19 રસીની પ્રથમ ડોઝ આપનારૂ રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડે 17 ઓક્ટોબરે રવિવારે આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

રાજધાની દહેરાદૂનમાં મેગા રસીકરણ અભિયાન શરૂ થયું
ઉત્તરાખંડમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં ઘટ્યા છે. આ સાથે રસીકરણ પર પણ સતત ભાર આપવામાં આવી રહ્યો છે. હવે લોકોને રસી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે દહેરાદૂનમાં મેગા રસીકરણ ડ્રાઇવ ચલાવવામાં આવી છે. જે આજથી શરૂ થઈ છે. સોમવારે 18 ઓક્ટોબર રાજ્યમાં 3 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફર્યા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીનું મોત થયું નથી. હાલમાં, રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 176 છે. કોરોનાથી મૃત્યુઆંક 7,397 પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, મૃત્યુ દર 2.15 ટકા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati