10 ભેંસ સુધીની ડેરી ખોલવા પર હવે સરકાર આપશે 7 લાખ રૂપિયા સુધીની લોન,પશુપાલન પ્રવૃતિમાં વધારો

10 ભેંસ સુધીની ડેરી ખોલવા પર હવે સરકાર આપશે 7 લાખ રૂપિયા સુધીની લોન,પશુપાલન પ્રવૃતિમાં વધારો
http://tv9gujarati.in/10-bhens-sudhi-n…kh-sudhi-ni-loan/

પશુપાલન અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન પૂરૂ પાડવાનાં ઉદ્દેશ્યથી સરકારે ડેરી આંતરપ્રિન્યોર ડેવલપમેન્ટ સ્કીમ (Dairy Entrepreneur Development Scheme) ચલાવી રહી છે.આ યોજના હેઠળ 10 ભેંસ સાથેની ડેરી ખોલવા પર 7 લાખ રૂપિયા સુધીની લોન પશુપાલન વિભાગમાંથી આપવામાં આવે છે. એટલું જ નહી સામાન્ય વર્ગ કે ડેરી ચાલકો માટે 25% અને મહિલા તેમજ SC વર્ગ માટે 33% સબસીડી પણ આપવામાં આવે છે.

પશુપાલન વ્યવસાયને એક એવો વ્યવસાય માનવામાં આવે છે કે જેમાં ખોટ થવાની સંભાવના ઘણી ઓછી છે. પરંતુ ખર્ચીલો વ્યવસાય હોવાના કારણે તેમાં રોકાણ કરવાનું શક્ય નથી બનતું એવામાં ખેડુતો અને ડેરી ચાલકોને રાહત આપવા માટે આ યોજના ચલાવવામાં આવી છે કે જેને NABARD તરફથી સંચાલિત કરવામાં આવે છે. આ સ્કીમથી ગામડાનાં લોકોને રોજગારી આપવા સાથે દુધ ઉત્પાદનને વધારવા માટે મદદ મળશે. ભારત સરકારે આ યોજનાની શરૂઆત 1 સપ્ટેમ્બર 2010માં કરી હતી.

પશુપાલનની ઈચ્છા રાખવા વાળા વ્યક્તિને આ યોજના હેઠળ આવતા કુલ પ્રોજેક્ટ કોસ્ટના 33.33% સુધીની સબસીડી આપવાની જોગવાઈ છે. આમાં રોકાણ કરનારે 10% પોતાની રકમ લગાડવી પડે છે જ્યારે કે બાકીનાં 90% ખર્ચ સરકાર ઉઠાવશે. યોજના મુજબ આપવામાં આવતી સબસીડી બેંક એન્ડેડ સબસીડી (Back Ended Subsidy) હશે, કે જે મુજબ NABARD તરફથી આપવામાં આવતી સબસીડી એ જ બેંક ખાતામાં જશે કે જ્યાંથી લોન લેવામાં આવી છે જે પછી બેંક લોન આપવાવાળી વ્યક્તિનાં નામે પૈસા જમા રાખશે.

ડેરી આંતરપ્રિન્યોર ડેવલપમેન્ટ સ્કીમનો લાભલેવા માટે કોમર્શીયલ બેંક, રીજીયનલ બેંક, રાજ્ય સહકારી બેંક, રાજ્ય સહકારી કૃષિ તેમજ ગ્રામીણ વિકાસ બેંક તેમજ અન્ય સંસ્થા કે જે NABARD થી પુનર્ધિરાણ મેળવવા પાત્ર છે તેમનો સંપર્ક કરવો પડશે. અગર લોન 1 લાખ કરતા વધારે છે તો લોન લેવા વાળાએ પોતાના જમીન સંબંધિત અમુક કાગળોને જમા કરાવવા પડી શકે છે, સાથે જ તે કાગળમાં જાતીનું પ્રમાણ પત્ર, ઓળખ પત્ર અને પ્રમાણ પત્ર તેમજ બિઝનેસ પ્લાનની ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati