મોદી સરકારનું ફરમાન : 15 જાન્યુઆરીથી પહેરવું પડશે આ ખાસ હેલમેટ

મોદી સરકાર બજારમાં વેચાતા હલ્કી ગુણવત્તાના હેલમેટ સામે કડક બની છે. સરકારે આ વાતને ગંભીરતાથી લીધી છે કે ટ્રાફિક નિયમો નહીં માનનાર અને હેલમેટ નહીં પહેરવાના કારણે દર વર્ષે હજારો લોકોના રોડ એક્સિડંટમાં મોત થાય છે. તેથી હવે મોદી સરકારે હેલમેટના સ્ટાંડર્ડ નક્કી કરી દિધાં છે અને 15 જાન્યુઆરીથી આ સ્ટાંડર્ડ મુજબના હેલમેટનું જ વેચાણ […]

મોદી સરકારનું ફરમાન : 15 જાન્યુઆરીથી પહેરવું પડશે આ ખાસ હેલમેટ
TV9 Web Desk

| Edited By: TV9 Web Desk4

Dec 25, 2018 | 1:07 PM

મોદી સરકાર બજારમાં વેચાતા હલ્કી ગુણવત્તાના હેલમેટ સામે કડક બની છે. સરકારે આ વાતને ગંભીરતાથી લીધી છે કે ટ્રાફિક નિયમો નહીં માનનાર અને હેલમેટ નહીં પહેરવાના કારણે દર વર્ષે હજારો લોકોના રોડ એક્સિડંટમાં મોત થાય છે. તેથી હવે મોદી સરકારે હેલમેટના સ્ટાંડર્ડ નક્કી કરી દિધાં છે અને 15 જાન્યુઆરીથી આ સ્ટાંડર્ડ મુજબના હેલમેટનું જ વેચાણ કરી શકાશે.

નોંધનીય છે કે વાહન વ્યવહાર વિભાગ તરફથી સમયાંતરે લોકોને જાગૃત કરવામાં આવે છે કે તેઓ હંમેશા હેલમેટ પહેરીને ડ્રાઇવ કરે. બીજી બાજુ વાહન ચાલકો મેમો અને દંડથી બચવા માટે સસ્તા હેલમેટ ખરીદે છે અને પહેરે છે.

વગર વૉરંટે ધરપકડ

હવે નવા વર્ષમાં વાહન ચાલકોની સલામતીને લઈને કેન્દ્રની મોદી સરકારે હેલમેટની ગુણવત્તાને લઈને નવા સ્ટાંડર્ડ નક્કી કરી દિધાં છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા જાહેરનામા મુજબ 15 જાન્યુઆરીથી માત્ર ISI પ્રમાણિત હેલમેટ જ વેચી શકાશે. જો હેલમેટ બનાવતી કંપની સ્ટાંડર્ડનં પાલન નહીં કરે, તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હેલમેટ વેચનારાઓને 2 વર્ષની જેલ અથવા 2 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. નવા નિયમ મુજબ હેલમેટ બનાવનાર, સંગ્રહ કરનાર અને વેચનારાઓની કોઈ પણ જાતના વૉરંટ વગર ધરપકડ કરી શકાશે. સરકારના આ નિર્ણયના ટૂ વ્હીલર હેલમેટ મૅન્યુફૅક્ચરર્સ એસોસિએશને વખાણ કર્યા છે.

શું છે નવા સ્ટાંડર્ડ ?

15 જાન્યુઆરી બાદ માત્ર ISI હોલમાર્ક વાળા હેલમેટ જ વેચી શકાશે. આ હેલમેટ બ્યૂરો ઑફ ઇંડિયન સ્ટાંડર્ડ (BIS)ના IS 4151:2015ના સ્ટાંડર્ડ પર ખરા હોવા જોઇએ. હેલમેટનું વજન 1.2 કિલોગ્રામથી વધુ ન હોવું જોઇએ. ISI હોલમાર્ક વગરના હેલમેટ બનાવનાર, વેચનાર અને સંગ્રહ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati