મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ડ્રેસિંગ રૂમમાં છૂપો કેમેરાનો પર્દાફાશ

મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ડ્રેસિંગ રૂમમાં છૂપો કેમેરાનો પર્દાફાશ

મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ટ્રાયલ રૂમમાં છુપા કેમેરાનો પર્દાફાશ થયો છે. આ દુકાનમાં થતી કરતૂતોનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક મહિલા પોતાના કપડા ચેક કરવા માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. જ્યારે મહિલા કપડા બદલી રહી હતી ત્યારે જ તેની નજર એક છુપા કેમેરા પર પડી. તો કેમેરો જોતા જ મહિલા ભડકી અને દુકાન માલિક શાહનવાજ હુસેનનો કોલર પકડીને આશિવારા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ભારતીય મૂળના પ્રિતી પટેલ બાદ ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋષિ સુનક બ્રિટનના નાણા પ્રધાન બન્યા

પોલીસે કલમ 354 વિરુદ્ઘ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. તો આ તરફ ઘટનાની જાણ થતા જ મનસેના કાર્યકરો પણ દુકાન પર પહોંચી ગયા હતા. તેમણે દુકાન માલિકને સબક શિખવાડીને દુકાનને તાળા લગાવી દીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati