Weather Alert Maharashtra: મહારાષ્ટ્રના 9 જિલ્લામાં આજથી 4 દિવસ સુધી મુશળધાર વરસાદ, યલો એલર્ટ જાહેર

અચાનક વરસાદના (Rain Alert) કારણે લણણી માટે તૈયાર પાક ભીનો થઈ ગયો છે. ભંડારાની જેમ હિંગોલી જિલ્લામાં પણ રવિવારે ભારે વરસાદ થયો હતો. હિંગોલીમાં વરસાદને કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા છે.

Weather Alert Maharashtra: મહારાષ્ટ્રના 9 જિલ્લામાં આજથી 4 દિવસ સુધી મુશળધાર વરસાદ, યલો એલર્ટ જાહેર
Weather Alert Maharashtra (Symbolic Image)Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 5:19 PM

આકરી ગરમીથી તપી રહેલા મહારાષ્ટ્ર (Maharashtra) માટે રાહતના સમાચાર છે. આજથી આગામી 4 દિવસ સુધી રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદની (Rain Alert) ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે. અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન વરસાદે હાજરી પુરાવી છે. આ સિવાય મરાઠવાડા ક્ષેત્રના લાતુર, ઉસ્માનાબાદ સહિત નાંદેડમાં પણ વરસાદની સંભાવના છે. કોંકણ વિસ્તારની વાત કરીએ તો રાયગઢ અને સિંધુદુર્ગમાં મુશળધાર વરસાદ પડશે. મરાઠવાડા પ્રદેશના બીડમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ભંડારા જિલ્લામાં રવિવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. આ રીતે રાજ્યમાં ચોમાસા માટે સાનુકૂળ વાતાવરણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે.

આ રીતે મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, નાંદેડ અને હિંગોલી જિલ્લામાં ભારે પ્રી-મોન્સુન વરસાદની અપેક્ષા છે. આ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની બહાર દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ચોમાસું આંદામાનમાં પ્રવેશી ચૂક્યું છે. કેરળ સહિત આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે.

વાદળો ગર્જ્યા, વીજળી થઈ, વાતાવરણ ખીલી ઉઠ્યું

ભંડારા જિલ્લામાં રવિવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લાના તુમસર તાલુકામાં રાત્રે 12 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી પરંતુ ફરી એકવાર ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રવિ પાક, ડાંગરની કાપણી થવાની હતી. આ અચાનક વરસાદના કારણે લણણી માટે તૈયાર પાક ભીનો થઈ ગયો છે. ભંડારાની જેમ હિંગોલી જિલ્લામાં પણ રવિવારે ભારે વરસાદ થયો હતો. હિંગોલીમાં વરસાદને કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આસામમાં ભારે વરસાદ, પુલ ધોવાઈ ગયો – જુઓ વીડિયો

દેશના પૂર્વીય રાજ્ય આસામમાં પણ મુશળધાર વરસાદ થયો છે. આ વરસાદમાં એક પુલ ધોવાઈ જવાના સમાચાર છે. પુલ વહી જવાનું દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">