મેઘાનું મંડાણ : મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રો પર ઘેરાયા ચિંતાના વાદળો

મેઘાનું મંડાણ : મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રો પર ઘેરાયા ચિંતાના વાદળો
પ્રતિકાત્મક ફોટો

28 ડિસેમ્બરે રાજ્યના ઔરંગાબાદ, જાલના, જલગાંવ, પરભણી, હિંગોલી, યવતમાલ, વર્ધા, અમરાવતી, નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 25, 2021 | 6:06 PM

Maharashtra: ભારતીય હવામાન વિભાગ (IMD)ના મુંબઈ પ્રાદેશિક કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રમાં 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળશે, જેને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

આ સંદર્ભે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 26થી 29 ડિસેમ્બર દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત રાજસ્થાનમાં 27-28 ડિસેમ્બરે અને 27-29 ડિસેમ્બરે ઉતરપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય મધ્યપ્રદેશ અને ઓડિશામાં 27થી 29 ડિસેમ્બર સુધી હળવો વરસાદ પડશે. ત્યારે હાલ કમોસમી વરસાદની આગાહીને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં થશે વરસાદ

28 ડિસેમ્બરે રાજ્યના ઔરંગાબાદ, જાલના, જલગાંવ, પરભણી, હિંગોલી, યવતમાલ, વર્ધા, અમરાવતી, નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે 27 ડિસેમ્બરે વિદર્ભના કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આશંકા વર્તાઈ રહી છે.

29 ડિસેમ્બરે વિદર્ભ અને મરાઠવાડામાં વરસાદની આગાહી

ઉપરાંત 29 ડિસેમ્બરે ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડામાં  વરસાદ થવાની સંભાવના છે. વિદર્ભમાં નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર, ગઢચિરોલી, યવતમાલ, નાંદેડ, હિંગોલી, પરભણી અને જાલના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

જગતના તાતની વધી ચિંતા !

ઉલ્લેખનીય છે કે નાંદેડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે. રાત્રે તાપમાનમાં તીવ્ર ઘટાડો થાય છે. સવારે ઠંડીનો અહેસાસ થાય છે. રવિ પાક માટે ઠંડીનું પ્રમાણ વધુ સારું માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતી પુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

આ પણ વાંચો: Mumbai : નવા વર્ષની ઉજવણી પર કોરોનાનુ ગ્રહણ, એક લેબમાં 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર એક્શનમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati