Video : દારૂના નશામાં ટલ્લી યુવતી ભુલી ભાન, ટોકનારા પર વરસાવ્યો બેફામ ગાળોનો વરસાદ

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral video) થઈ રહ્યો છે,જેમાં યુવતીનું અશોભનીય વર્તન જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : દારૂના નશામાં ટલ્લી યુવતી ભુલી ભાન, ટોકનારા પર વરસાવ્યો બેફામ ગાળોનો વરસાદ
drunk girl video viral on social media

Viral Video:  સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ (Viral) થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવતીનું અશોભનીય વર્તન જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

યુવતીએ રસ્તા પર અશોભનીય વર્તન કર્યુ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, નશામાં ધૂત યુવતી ભાન ભુલે છે અને રસ્તા વચ્ચે ઉભા રહીને વાહનોને રોકી રહી છે,જેને કારણે રસ્તા પર ટ્રાફિક જામના (Traffic) દ્રશ્યો સર્જાય છે.લગભગ એક કલાક સુધી આ યુવતી રસ્તા પર ઉભા રહીને અશોભનીય વર્તન કર્યુ હતુ, કેટલાક લોકોએ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ પોલીસ(Police) આવે તે પહેલા આ યુવતીને તેના મિત્રો ત્યાંથી લઈ ગયા હતા.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.મળતી માહિતી મુજબ, આ વિડીયો મહારાષ્ટ્રના અંબરનાથ શહેરનો છે.

જુઓ વીડિયો

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પોલીસની ટીકા (Police) કરતા જોવા મળી રહ્યા છે, અને સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે કે પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ (Patrolling) કરે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાને ટાળી શકાય.તમને જણાવી દઈએ કે આ પહેલા પૂણેની એક યુવતીનો વીડિયો પણ વાયરલ થયો હતો,નશામાં ધુત થયેલી એ યુવતી રસ્તા વચ્ચે સુઈને અશોભનીય વર્તન કર્યુ હતુ.

 

આ પણ વાંચો: Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

આ પણ વાંચો:  સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

Click on your DTH Provider to Add TV9 Gujarati