127 કિલોના BJP સાંસદને કેન્દ્રીય મંત્રી ગડકરીની ઑફર, વજન ઘટાડો અને 1 કિલોના ઘટાડા પર 1000 કરોડ રૂપિયા મેળવો

અનિલ ફિરોઝિયાને ફિટ થવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) તરફથી પડકાર મળ્યો છે. ઉજ્જૈનના વિકાસ માટે પ્રત્યેક કિલોગ્રામ વજન ઘટાડવા માટે 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે.

127 કિલોના BJP સાંસદને કેન્દ્રીય મંત્રી ગડકરીની ઑફર, વજન ઘટાડો અને 1 કિલોના ઘટાડા પર 1000 કરોડ રૂપિયા મેળવો
Anil Ferozia & Nitin Gadkari (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 6:34 PM

ઉજ્જૈનથી 127 કિલો વજન ધરાવતા બીજેપી સાંસદ અનિલ ફિરોઝિયા (Anil Firozia) આ દિવસોમાં ફિટનેસ ફ્રીક બની ગયા છે. ફિટનેસ ફ્રીક બને પણ કેમ નહી, આખરે કારણ પણ એવું જ છે. જે ઉજ્જૈને (Ujjain) તેમણે ચૂંટીને તેમને સંસદમાં મોકલ્યા છે, તેના કારણે જ તેઓ તેમનું વજન ઘટાડવાના કામમાં લાગી ગયા છે. કારણ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) તરફથી મળેલી ફિટનેસ ચેલેન્જ. પરંતુ એ પડકારે અનિલ ફિરોઝિયાને વિશ્વના કદાચ સૌથી મોંઘા સંસદસભ્ય બનાવી દીધા છે.

શું છે સમગ્ર મામલો

ઉજ્જૈનના હેવીવેઇટ સાંસદ અનિલ ફિરોઝિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી છે. ફિરોજિયાનું વજન 127 કિલો છે અને તેમણે ઉજ્જૈનના વિકાસ માટે આ પડકાર સ્વીકાર્યો છે. નીતિન ગડકરીએ તેમને વચન આપ્યું છે કે દર એક કિલો વજન ઓછું કરવા પર તેઓ ઉજ્જૈનના વિકાસ કાર્યો માટે 1000 કરોડ આપશે. તેમણે ત્રણ મહિનામાં 15 કિલો તેમનું વજન ઘટાડ્યું છે. આ હિસાબે હવે તે 15,000 કરોડના દાવેદાર બની ગયા છે.

ચેલેન્જ સ્વીકારીને દિવસ-રાત મહેનત કરી રહ્યા છે

વાત થઈ રહી છે ફિટનેસ ચેલેન્જની તો આ ચેલેન્જ સ્વીકારી છે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાજપના સાંસદ અનિલ ફિરોજિયાએ. અનિલ ફિરોઝિયાને ફિટ થવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી પડકાર મળ્યો છે. ઉજ્જૈનના વિકાસ માટે પ્રત્યેક કિલોગ્રામ વજન ઘટાડવા માટે 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે. પડકાર સ્વીકારીને હવે સાંસદો પોતાનું વજન ઘટાડવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. આહાર, યોગ અને વ્યાયામ ગમે તે હોય, તે તમામ ઉપાયો અજમાવી રહ્યા છે. ફિરોઝિયા આ દિવસોમાં દિવસભર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. દિવસની શરૂઆત 8-કિમીની મોર્નિંગ વોકથી થાય છે. પછી એક કલાક કસરત અને યોગ કરી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સાંસદે પણ લગાવ્યુ જોર, 15 કિલો વજન ઘટાડીને હવે લઈ રહ્યા છે 15000 કરોડ

હવે જરા વિચારો જો અનિલ ફિરોજિયા મક્કમ હોય અને એક પછી એક 27 કિલો વજન ઘટાડશે તો ગડકરીજીને 27000 કરોડ ચૂકવવા પડશે. ગડકરીજી પાસે આટલા પૈસા ક્યાંથી આવશે? શું તમે અહીં પણ PPP મોડલ લાવશો? તો હવે સાંભળો આખા સમાચાર. આ અદ્ભુત રહ્યું છે. ગડકરીજીએ 24 ફેબ્રુઆરીએ સાંસદ અનિલ ફિરોજિયાને આ ઓફર આપી હતી. અનિલ ફિરોજિયાએ આ ચાર મહિનામાં જબરદસ્ત ડાયટ પ્લાન કરીને 15 કિલો વજન ઘટાડ્યું છે. હવે તેઓ ગડકરીજી પાસેથી 15 હજાર કરોડ રૂપિયા લેવા જઈ રહ્યા છે.

15 હજાર કરોડ વિકાસ ફંડ છે, જે નીતિન ગડકરી અત્યારે આપી રહ્યા છે

જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં નીતિન ગડકરી વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવા ઉજ્જૈન આવ્યા હતા. ત્યારે તેમણે ઓફર કરી હતી કે અનિલ ફિરોજિયા જેટલા કિલો વજન ઘટાડશે તેટલા હજાર કરોડ તેમને વિકાસ ફંડ તરીકે મળશે. હવે નીતિન ગડકરી એ જ વચન પાળી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">