‘ટાઇગર 3’: ચક્રવાત તાઉ તે થી મુંબઈમાં સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મના સેટને નુકસાન

Tiger 3 : સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘ટાઇગર 3’ ના નિર્માતાઓએ ગોરેગાંવના એસઆરપીએફ ગ્રાઉન્ડ પર દુબઈના માર્કેટની લાઇનો વડે સેટ બનાવ્યું હતું. પણ ચક્રવાત તાઉતેની અડફેટમાં આવીને સેટને ઘણું નુકસાન થયું છે

'ટાઇગર 3': ચક્રવાત તાઉ તે થી મુંબઈમાં સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મના સેટને નુકસાન
'ટાઇગર 3': ચક્રવાત તાઉ તે થી મુંબઈમાં સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મના સેટને નુકસાન

ચક્રવાત તાઉતેના પ્રકોપથી બૉલીવુડ ને ઘણું મોટું નુકસાન થયું છે. સોમવાર તાઉતે માયાનગરીમાં ત્રાટક્યું હતું ત્યારબાદ સતત બે દિવસ સુધી મુંબઈમાં તીવ્ર પવનની સાથે મુશળધાર વરસાદનો સિલસિલો ચાલુ હતો. લોકડાઉનને પગલે શુટિંદ બંધ થયા બાદ મુંબઈના ગોરેગાંવમાં માં ફિલ્મોંના તમામ સેટ્સ બિનઉપયોગી પડ્યા હતા.

સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘ટાઇગર 3’ ના નિર્માતાઓએ ગોરેગાંવના એસઆરપીએફ ગ્રાઉન્ડ પર દુબઈના માર્કેટની લાઇનો વડે સેટ બનાવ્યું હતું. પણ ચક્રવાત તાઉતેની અડફેટમાં આવીને સેટને ઘણું નુકસાન થયું છે.

ઘણી ફિલ્મ્સના સેટને થઈ છે અસર 

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીન એમ્પ્લોઇઝ (FWICE) ના પ્રમુખ બી.એન. તિવારીએ જણાવ્યું હતું કે, શુટિંગની ઘણી સંપત્તિને નુકસાન થયું છે, તેમ છતાં કોઈ જાનહાની થઈ નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સેટ્સના મોટા પ્રમાણમાં નુકસાન થુયં છે.

દરમિયાન, ફિલ્મ સિટીમાં સંજય લીલા ભણસાલીના ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સેટ પર  ભારે વરસાદ અને જોરદાર પવન હોવા છતાં ઓછામાં ઓછું નુકસાન થયું છે.

ગયા વર્ષે ચોમાસા પૂર્વે, ફિલ્મ નિર્માતાએ ન્યૂનતમ નુકસાનની ખાતરી કરવા માટે આખો વિસ્તાર પ્રોટેક્ચ કરવા માટે કવર કરી લીધો હતો અને એટલા માટે જ ચક્રવાત તાઉતે ના તાંડવથી પણ તેનું કંઈ નુકસાન નથી થયું.

હાલમાં ચાલી રહેલા કોરોના રોગચાળાને કારણે ફિલ્મના શૂટિંગ પહેલાથી મુલતવી કરવામાં આવ્યા હતા, પણ હવે આ નુકસાનને કારણે મોટાભાગના પ્રોજેક્ટ્સમાં વધુ વિલંબ થાય એવા કોઈ બેમત નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati