અંબાણીને ધમકી આપનાર ‘અફઝલ’ નીકળ્યો ‘વિષ્ણુ’, આજે કોર્ટમાં કરાશે હાજર

વિષ્ણુ ભૌમિકે (Vishnu Bhowmik) ગિરગાંવની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર નવ વખત ફોન કરીને મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અંબાણીને ધમકી આપનાર 'અફઝલ' નીકળ્યો 'વિષ્ણુ', આજે કોર્ટમાં કરાશે હાજર
Mukesh Ambani and his son (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 12:16 PM

મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં (Reliance Hospital) ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવારને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ 56 વર્ષીય જ્વેલર વિષ્ણુ વિદુ ભૌમિકની સોમવારે બપોરે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. સાથે જ આજે (મંગળવારે) આરોપીને ગિરગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મોટી વાત એ છે કે પોલીસને (Mumbai Police) ગેરમાર્ગે દોરવા વિષ્ણુ વિદુ ભૌમિકે અફઝલ નામથી ધમકી આપી હતી.

મુંબઈના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી વિષ્ણુ વિદુ ભૌમિકની ધમકીના કોલના લગભગ ત્રણ કલાક બાદ બપોરે 1.30 વાગ્યે ઉપનગરીય દહિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે દક્ષિણ મુંબઈમાં જ્વેલરીની દુકાન ચલાવે છે અને મૂળ ત્રિપુરાનો છે. અગાઉ પણ તેની સામે આ અંગેના બે કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ આવી જ રીતે અંબાણીની હત્યાની ધમકી આપવામાં આવી હતી. મુંકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટ ભરેલ એસયુવી કાર બિનવારસી મળી આવી હતી.

લેન્ડલાઈન નંબર પર નવ વખત ફોન કર્યો

પોલીસે જણાવ્યું કે ભૌમિકે સવારે 10.30 વાગ્યે ગિરગાંવમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર નવ વખત ફોન કર્યો અને અંબાણી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ ભૌમિક પર ભૂતકાળમાં પણ આવા જ કોલ કરવાનો આરોપ છે. અને તેની સામે આ પ્રકારે ફોન ઉપર ધમકી આપવા અંગે કેસ નોંધાયેલ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ધમકી પાછળનો હેતુ

તેમણે કહ્યું કે આવા કોલ કરવા પાછળનો હેતુ જાણવા માટે પોલીસ પૂછપરછ કરી રહી છે. જો કે, આરોપી માનસિક રીતે સ્વસ્થ છે કે કેમ તે પોલીસ હજુ સુધી જાણી શકી નથી. જણાવી દઈએ કે મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં (DB Marg Police Station) ગુનાહિત ધમકી આપવા બદલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

એન્ટિલિયા પાસે એસયુવી મળી આવી હતી

નોંધનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પાસે એક SUV કાર બિનવારસી મળી આવી હતી, જેમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. બાદમાં આ કેસમાં પોલીસ અધિકારી સચિન વાજે સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">