મુંબઈ: બજેટ રજૂ કરતી વખતે ભૂલમાં પી લીધુ Sanitizer, આસપાસ બેઠેલા લોકો પણ ચોંકી ગયા

દેશની સૌથી અમીર બૃહદ મુંબઈ મહાનગરપાલિકા એટલે કે BMCએ પોતાનું શિક્ષણ બજેટ રજૂ કર્યુ.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 04, 2021 | 12:10 AM

દેશની સૌથી અમીર બૃહદ મુંબઈ મહાનગરપાલિકા એટલે કે BMCએ પોતાનું શિક્ષણ બજેટ રજૂ કર્યુ. આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર એક મોટી ભૂલ કરી બેઠા, બજેટ વાંચતા સમયે તેમણે સેનિટાઈઝરને પાણી સમજીને પી લીધું. જો કે સેનિટાઈઝર પીતા જ તરત તેમને ખ્યાલ આવી ગયો અને તેઓ સેનિટાઈઝર પીવાથી અટકી ગયા હતા અને પાણીની બોટલથી તરત જ તેમનું મોં સાફ કરી લીધું. જે સમયે રમેશ પવારે ભૂલથી સેનિટાઈઝર પી લીધું તે સમયે તેમની આસપાસ બેઠેલા લોકો પણ ચોંકી ગયા હતા.

 

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના યવતમાલમાં ગઈકાલે જ આ પ્રકારની ઘટના સામે આવી હતી. અહીં પોલિયોની રસી પીવડાવવાને બદલે આંગણવાડી સેવિકાઓએ 12 બાળકોને સેનિટાઈઝરના ડ્રોપ પીવડાવી દીધા હતા. આ ઘટના બાદ તુરંત જ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. સદનસીબે તમામ બાળકો હાલ સ્વસ્થ છે અને હવે આ ઘટનાના એક દિવસ બાદ જ મુંબઈમાં અધિકારી દ્વારા પાણીના બદલે ભૂલથી સેનિટાઈઝર પી લેવાની ઘટના બની છે.

 

આ પણ વાંચો: Kishor Biyaniને મોટો આંચકો, SEBIએ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">