બોલિવુડમાં સામાજિક મુદ્દાઓનો ક્રેઝ! વધુ એક સામાજિક મુદ્દા પર બનેલી આ ફિલ્મનું પોસ્ટર થયુ લોન્ચ

આજકાલ બોલિવૂડમાં સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બની રહી છે. ત્યારે વધુ એક સામાજીક ફિલ્મ 'સોસાયટી' આ લિસ્ટમાં સામેલ થવા જઈ રહી છે.

બોલિવુડમાં સામાજિક મુદ્દાઓનો ક્રેઝ! વધુ એક સામાજિક મુદ્દા પર બનેલી આ ફિલ્મનું પોસ્ટર થયુ લોન્ચ
the governor of maharashtra launched the poster of film society

Society: બોલિવૂડમાં સામાજિક મુદ્દાઓ પર ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓ ફિલ્મો દ્વારા તે મુદ્દાઓને લોકો સમક્ષ લાવી રહ્યા છે, જેના પર લોકો ઘણીવાર વાત કરતા અચકાતા હોય છે. આવા જ એક મુદ્દા પર ફિલ્મ ‘સોસાયટી’ બની રહી છે. તાજેતરમાં તેનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા આ ફિલ્મ ‘સોસાયટી’નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યુ છે.

 

રાજ્યપાલ કોશ્યારીએ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યુ

ગવર્નર હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) કહ્યું હતુ કે, આવી ફિલ્મો બનવી જોઈએ, જે સમાજનું દર્પણ હોય. આ દિવસોમાં મોટાભાગની ફિલ્મો પશ્ચિમી સંસ્કૃતિ પર બનેલી છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ અને સમાજના અસ્પૃશ્ય પાસાઓ પર ફિલ્મો બનાવવાની જરૂર છે. કારણ કે આજના યુવાનો પરંપરાઓથી દુર જઈ રહ્યા છે, જેની કાળજી લેવાની જવાબદારી ફિલ્મ નિર્માતાઓની બને છે અને યુવાઓને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવા માટે આવી સામાજીક ફિલ્મો પર વધુ ભાર મૂકવો જોઈએ.

 

સમગ્ર ટીમને અભિનંદન

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફિલ્મ ‘સોસાયટી’ માટે સમગ્ર ટીમને અભિનંદન અને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા રાજેશ મોહંતી, ફિલ્મના લેખક અને દિગ્દર્શક ધીરજ સાર્થક ઉપરાંત ફિલ્મના અભિનેતા IRSના ડેપ્યુટી કમિશનર અન્વેશ અને અભિનેત્રી સપના પણ હાજર રહ્યા હતા. એસઆર એન્ટરપ્રાઈઝના (SR Enterprise) બેનર હેઠળ અન્વેશે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે.

ફિલ્મની સ્ટોરી આવી હશે

સત્ય ઘટના પર બનેલી ફિલ્મ ‘સોસાયટી’ સમાજનું સત્ય રજુ કરશે. જેના પર આપણી નજર તો જાય છે, પરંતુ તેના પર ફિલ્મમાં ઘડવાનો બહુ ઓછો પ્રયાસ થયો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સમાજમાં રહેતા લોકોની માનસિકતા (Mentality) રાતોરાત બદલાતી નથી. તેમાં ઘણો સમય લાગે છે. આ કહાની એક એવા માણસ વિશે છે જે સોશિયો સાઈકો પેથ છે. તેનું વ્યક્તિત્વ ચોક્કસ પરિસ્થિતિમાં બદલાય છે અને તે પછી તે ખતરનાક રીતે વર્તે છે. ફિલ્મમાં એક એવી લવ સ્ટોરી છે જે દર્શકોને સ્તબ્ધ કરી દેશે.

 

સામાજિક મુદ્દા પર બનેલી આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે

સામાજિક મુદ્દા પર બનેલી આ ફિલ્મમાં ડેપ્યુટી કમિશનર (IRS) અન્વેશ માત્ર લીડ રોલમાં જ નહીં પણ ફિલ્મમાં તેણે મ્યુઝિક પણ આપ્યું છે. અન્વેષ બ્યુરોક્રેસી સાથે ક્રિએટીવ ફિલ્ડ સાથે પણ જોડાયેલા છે. આ ફિલ્મ વરિષ્ઠ પત્રકાર (Senior Journalist) ધીરજ સાર્થક દ્વારા લખવામાં આવી છે, દિગ્દર્શક ધીરજ સાર્થક ઘણી વખત તેમની ફિલ્મો દ્વારા સામાજિક મુદ્દાઓ ઉઠાવે છે. વેબસિરીઝમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સપના પાટી પણ આ ફિલ્મમાં જોવા મળશે, એસઆર એન્ટરપ્રાઈઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ(Release)  થશે.

 

 

આ પણ વાંચો : મોટો ખુલાસો ! આર્યન ખાન છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે, શાહરુખ-ગૌરીને પણ ડ્રગ્સ અંગેની હતી જાણ

 

આ પણ વાંચો : સ્કુલ ચલે હમ’ ! રાજ્યમાં આજથી ફરી શાળાઓ તો ખુલી, પણ શાળાઓએ આ એક્શન પ્લાનનો કરવો પડશે અમલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati