થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કડક ફરમાન ! વેક્સીનેશન સર્ટીફીકેટ દેખાડ્યા વગર કર્મચારીઓને નહી મળે પગાર

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા કર્મચારીઓએ હજુ સુધી કોરોના રસીનો (Corona Vaccine) પ્રથમ ડોઝ લીધો નથી. આથી ટીએમસી હવે કડકાઈ દાખવી રહી છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કડક ફરમાન ! વેક્સીનેશન સર્ટીફીકેટ દેખાડ્યા વગર કર્મચારીઓને નહી મળે પગાર
Corona vaccine (file Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:01 PM

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના  (Thane Civic Body)  કર્મચારીઓને કોરોનાની રસી વિના પગાર આપવામાં આવશે નહીં. મહાનગરપાલિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે જાહેરાત કરી હતી કે જે કર્મચારીઓએ કોરોનાની રસી (Corona Vaccine) લગાવી નથી તો તેઓ પગાર મેળવી શકશે નહીં. પગાર મેળવવા માટે કર્મચારીઓએ તેમનું રસીકરણ પ્રમાણપત્ર બતાવવું પડશે. હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કોરોના સામેની લડાઈ જીતવાના અભિયાનમાં યોગદાન આપી રહી છે. TMCએ કર્મચારીઓને કોરોના મુક્ત બનાવવા માટે આ કડક પગલું ભર્યું છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. વિપિન શર્મા અને મેયર નરેશ મ્હસ્કે વચ્ચેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીએમસીના અધિકારીઓએ (Workers Not Take Vaccine) જણાવ્યું કે, મ્યુનિસિપલ સંસ્થાઓના ઘણા કર્મચારીઓએ હજુ સુધી કોરોના રસીનો એક પણ ડોઝ કે બીજો ડોઝ સમય વીતી જવા છતાં લીધો નથી. જ્યાં સુધી આ લોકો તેમનું રસીકરણ પ્રમાણપત્ર (Vaccination Certificate) નહીં બતાવે ત્યાં સુધી તેમને પગાર આપવામાં આવશે નહીં.

વેક્સીનેશન કરાવો અને પગાર મેળવો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે થાણે શહેરમાં 100% રસીકરણ માટે આજથી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મેયરે જણાવ્યું હતું કે ‘હર ઘર દસ્તક’ નામથી ચલાવવામાં આવી રહેલા અભિયાન માટે 167 ટીમો બનાવવામાં આવી છે. આશા કાર્યકરો અને નર્સો ઘરે-ઘરે જઈને એવા નાગરિકો વિશે માહિતી એકઠી કરશે જેમણે રસી નથી લીધી. જે બાદ તેમને તાત્કાલિક રસી આપવામાં આવશે. થાણેના મેયરે જણાવ્યું હતું કે દર્દીઓની સાથે આવતા સંબંધીઓને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં રસીના બંને ડોઝનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. જો દર્દીના સંબંધીઓએ રસીકરણ કરાવ્યું ન હોય તો તેમને પણ તાત્કાલિક રસીકરણ કરવામાં આવશે.

100 ટકા કોરોના રસીકરણ અભિયાન

આ સાથે મેયર મ્હાસ્કે અને કમિશનર ડૉ. વિપિન શર્માએ નાગરિકોને 30 નવેમ્બર સુધીમાં 100 ટકા પ્રથમ રસીકરણમાં TMCને સહકાર આપવા અપીલ કરી હતી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પણ હવે કોરોનાના કેસ ઝડપથી ઘટવા લાગ્યા છે. આ માત્ર રસીકરણને કારણે જ શક્ય બન્યું છે. હવે થાણેમાં પણ 100% પ્રથમ કોરોના રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ઘણા મ્યુનિસિપલ કર્મચારીઓએ હજુ સુધી કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. આથી ટીએમસી હવે કડકાઈ દાખવી રહી છે. તેમણે કડક સ્વરમાં કહ્યું છે કે જ્યાં સુધી રસીનું પ્રમાણપત્ર નહીં બતાવવામાં આવે ત્યાં સુધી કર્મચારીઓને પગાર આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો :  Mumbai Drugs Case: સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી શકે છે ! સાક્ષી પ્રભાકર સૈલે કહ્યું વાનખેડે પણ ઉઘરાણીમાં સામેલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">