Tauktae Effect : ચક્રવાત બાદ મુંબઇના સમુ્દ્રકિનારે એકત્ર થયેલા 153 ટન ઘન કચરાનો માત્ર ચાર દિવસમાં નિકાલ

 Tauktae Effect : તાઉ તે સાયક્લોન બાદ આ સમુદ્ર કિનારે અનેકગણો ઘનકચરો એકઠો થયો હતો. જેનો બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પેરેશન ((BMC) દ્વારા માત્ર ચાર દિવસમાં જ નિકાલ કરવામાં આવ્યો. 

Tauktae Effect : ચક્રવાત બાદ મુંબઇના સમુ્દ્રકિનારે એકત્ર થયેલા 153 ટન ઘન કચરાનો માત્ર ચાર દિવસમાં નિકાલ
ઘન કચરાનો નિકાલ કરતા બીએમસીના કર્મચારી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 22, 2021 | 4:14 PM

Tauktae Effect : મુંબઇનો(Mumbai) દરિયાકિનારો જોવા  દૂર-દૂરથી લોકો આવતા હોય છે. અને મુંબઇના અલગઅલગ બીચ પર પર્યટકો ફરતા હોય છે. કહેવામાં આવે તો મુંબઇના બીચ અને સમુદ્ર મુંબઇનું દિલ છે. પરંતુ , તાઉ તે સાયક્લોન બાદ આ સમુદ્રકિનારે અનેકગણો ઘનકચરો એકઠો થયો હતો. જેનો બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન ((BMC) દ્વારા માત્ર ચાર દિવસમાં જ નિકાલ કરવામાં આવ્યો.

સોમવારે ચક્રવાતી તોફાન તાઉ તે (Tauktae)  મુંબઇમાં અથડાયુ અને ત્યારબાદ પાણીના વહેણ સાથે અનેકગણો ઘનકચરો સમુદ્ર કિનારે આવ્યો. જેમાં ખાસ કરીને પ્લાસ્ટિક કચરો વધારે પ્રમાણમાં એકત્ર થયો હતો. સમુદ્રકિનારે આવેલા કચરાને જોઇ મુંબઇના લોકો દ્વારા સોશિયલ મીડિયા પર કચરાના ફોટો શેર કરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને જુહુ (Juhu),ગિરગાઉ (GirGaon) અને ગેટ વે ઓફ ઇન્ડિયાના (Gate way of India) ફોટો શેર કરવામાં આવ્યા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેન લઇને  બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા માત્ર ચાર દિવસમાં 153 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. આપને જણાવી દઇએ કે મુંબઇમાં મુખ્ય સાત બીચ છે. જેમાં જુહુ,વર્સોવા,ગિરગાઉ ,દાદર,ચિમ્બાઇ,મધ અને ગોરાઇ બીચનો સમાવેશ થાય છે અને તેના કિનારાનો વિસ્તાર 36.5 કિલોમીટરનો છે.

આપને જણાવી દઇએ કે આ કચરાના નિકાલ માટે BMC દ્વારા મશીન,ટ્રેકટર, 240 લિટરના પીપ(Bin) મૂકાયા હતા. આ સમગ્ર અભિયાનને લઇ એક ઓફિસર જણાવે છે કે રાત-દિવસ આ કાર્ય ચાલુ રાખવામાં આવ્યુ અને સાથે જ વધારાના સ્ટાફને પણ  આ કાર્ય માટે જોડાવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">