Maharashtra : ભ્રષ્ટાચાર કેસમાં ફસાયેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ માંગતી અરજી ફગાવી

સીબીઆઈએ 21 એપ્રિલે NCP નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપમાં FIR નોંધ્યા બાદ EDએ દેશમુખ અને તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

Maharashtra : ભ્રષ્ટાચાર કેસમાં ફસાયેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ માંગતી અરજી ફગાવી
Anil Deshmukh Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:12 PM

Maharashtra : મનિ લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને તેમની સામેની CBI તપાસનો પ્રાથમિક અહેવાલ આપવા માટેની માગ કરતી અરજીને ફગાવી છે. સાથે જ કોર્ટે અનિલ દેશમુખના (Anil Deshmukh) વકીલ કપિલ સિબ્બલને બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) જવાની મંજૂરી આપી છે.

દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું હતુ કે, તપાસ એજન્સીને પ્રાથમિક તપાસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટને તેનું કામ કરવા દો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, દેશમુખની ED દ્વારા 1 નવેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.  આ કેસમાં 2 નવેમ્બરના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેને 6 નવેમ્બર સુધી ED રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે EDએ કસ્ટડી વધારવાની વિનંતી કરી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી અને હાલ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી ધઈએ કે, ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપમાં 21 એપ્રિલના રોજ NCP નેતા વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ EDએ દેશમુખ અને તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. EDએ અગાઉ દેશમુખના અંગત સચિવ તરીકે કામ કરતા એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારી સંજીવ પલાંડે અને દેશમુખના અંગત સહાયક કુંદન શિંદેની પણ ધરપકડ કરી હતી.

100 કરોડથી વધુની ખંડણીનો આરોપ

મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવ્યા બાદ, પરમબીર સિંહે (Parambir Singh) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ મૂક્યો હતો કે દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજેની મદદથી શહેરના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

આ પણ વાંચો: સમીર વાનખેડેની વધી મુશ્કેલી ! NCP નેતા નવાબ મલિકે, વાનખેડે વિરુદ્ધ બોમ્બે HCમાં રજુ કર્યા પૂરાવા

આ પણ વાંચો: Maharashtra : “ભાજપે દરેક હિસાબની કિંમત ચૂકવવી પડશે” , અનિલ દેશમુખની ધરપકડને લઈને પવારે ભાજપને આડે હાથ લીધી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">