નાસિકમાં સુફીસંતની ગોળી મારીને હત્યા, અફઘાનિસ્તાનમાં રહેતા હતા ‘સૂફી બાબા’

નાસિક (Nasik) જિલ્લાના યેઓલા શહેરમાં મંગળવારે ચાર અજાણ્યા શખ્સોએ 35 વર્ષીય સુફીસંતની (Sufi saint) ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા મુસ્લિમ આધ્યાત્મિક નેતા મૂળ અફઘાનિસ્તાનના છે.

નાસિકમાં સુફીસંતની ગોળી મારીને હત્યા, અફઘાનિસ્તાનમાં રહેતા હતા 'સૂફી બાબા'
Sufi saint shot dead in Nashik (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 8:58 AM

મહારાષ્ટ્રના નાસિકમાં (Nasik) મંગળવારે ચાર અજાણ્યા લોકોએ 35 વર્ષીય મુસ્લિમ સુફીસંતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મામલો નાશિકના યેવલા (Yevla) શહેરનો છે. નાસિક પોલીસે જણાવ્યું કે સુફીસંત (Sufi saint) અફઘાનિસ્તાનનો છે. હુમલાખોરોએ તેને માથામાં ગોળી મારી હતી, જે બાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જોકે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સાંજે મુંબઈથી લગભગ 200 કિલોમીટર દૂર યેવાલા નગરના MIDC વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં બની હતી. મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તી તરીકે થઈ છે, જે યેવલામાં સૂફી બાબા તરીકે ઓળખાતા હતા. અફઘાનિસ્તાનથી સુફીસંત અહીં આવ્યા હતા. હુમલાખોરો કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા અને આ લોકોએ સુફીસંતને શા માટે નિશાન બનાવ્યા? પોલીસ હવે આ સવાલોના જવાબ શોધી રહી છે.

હુમલાખોરો બાબાની એસયુવી લઈને ભાગી ગયા

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો સૂફી બાબાને તેની SUV ગાડીમાં મારીને ત્યાંથી ભાગી ગયા હતા. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ SUV વાહન કબજે કરી લીધું છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનો કોઈ સુરાગ મળ્યો નથી. યેવલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યારાઓની શોધ ચાલી રહી છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હુમલાખોરો વિશે કોઈ સુરાગ મેળવવા માટે પોલીસકર્મીઓ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મહારાષ્ટ્રમાં ધાર્મિક સંવાદિતાને બગાડવાનો પ્રયાસ!

સુફીસંતની હત્યા એવા સમયે થઈ છે જ્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં મેડિકલ ડિરેક્ટર ઉમેશ કોલ્હેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજ્યમાં ઉકળતા ચરૂ જેવો માહોલ સર્જાયો છે. જોકે, પોલીસે આ હત્યા કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાના માસ્ટર માઈન્ડ શેખ ઈરફાન શેખ રહીમની સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">