Maharashtra: જે જજે અનિલ દેશમુખને જેલનું ખાવાનુ કહ્યું, તેમનું થયું ટ્રાન્સફર

મુંબઈ હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સફર થયા બાદ જજ એચ.એસ. સાતભઈ મેડિકલ લીવ માટે અરજી કરીને રજા પર ઉતરી ગયા છે. આના પરથી સમજી શકાય છે કે તે પોતાની ટ્રાન્સફરથી બિલકુલ ખુશ નથી.

Maharashtra: જે જજે અનિલ દેશમુખને જેલનું ખાવાનુ કહ્યું, તેમનું થયું ટ્રાન્સફર
Former Maharashtra Home Minister Anil Deshmukh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:06 PM

મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે (Anil Deshmukh) તેમની ઉંમર અને સ્વાસ્થ્યનો હવાલો આપતા જેલમાં ઘરેથી ભોજન મંગાવવાની પરવાનગી માંગી હતી. મુંબઈની સ્પેશિયલ સેશન્સ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. જજ એચ.એસ.સાતભઈએ (Judge H.S.Satbhai) દેશમુખને કહ્યું હતું કે ‘પહેલા જેલનું ભોજન ખાઓ, પછી જોઈશું’.

આ પછી તેમણે દેશમુખને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ ન્યાયિક કસ્ટડી દરમિયાન દેશમુખ 29 ડિસેમ્બર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેશે. આ દરમિયાન બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) આ નિર્ણયના બીજા દિવસે ન્યાયાધીશ એચ. એસ. સાતભઈની યવતમાલ જિલ્લાના કેલાપુર તાલુકા (બ્લોક)ની કોર્ટમાં બદલી કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વહીવટી કારણોસર બદલી કરવામાં આવી?

બોમ્બે હાઈકોર્ટે 15 નવેમ્બરે આપેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે જજ એચ. એસ. સાતભઈની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી રહી છે. સાતભઈની યવતમાળના કેલાપુર તાલુકાની સેશન્સ કોર્ટના જજ તરીકે બદલી કરવામાં આવી છે. 13મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ એચ. એસ. સાતભઈના આ ટ્રાન્સફરના આદેશને સંમતિ આપી છે.

મોટા નેતાઓના મામલાઓની સુનાવણી કરી ચુક્યા છે એચ.એસ.સાતભઈ

રાજ્યના અનેક મોટા રાજકારણીઓના કેસની સુનાવણી જજ એચ.એસ.સાતભઈ સમક્ષ થઈ છે. એનસીપીના મંત્રી છગન ભુજબળ, એકનાથ ખડસે અને અનિલ દેશમુખ આ નેતાઓમાં અગ્રણી છે. એચ.એસ. સાતભઈએ 9 સપ્ટેમ્બર 2021ના રોજ છગન ભુજબળ અને તેમના ભત્રીજા પંકજ ભુજબળને દોષમુક્ત જાહેર કર્યા હતા. શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની આગોતરા જામીનની સુનાવણી પણ તેમની સાથે પેન્ડિંગ છે.

બદલી થતાં સાતભઈ મેડિકલ લીવ પર ચાલ્યા ગયા

અનિલ દેશમુખના વકીલ અનિકેત નિકમે દેશમુખની ઉંમર અને બીમારીઓને કારણે જેલમાં ઘરનું ભોજન મંગાવવાની પરવાનગી માંગી હતી. ન્યાયાધીશ સાતભઈએ આ માંગને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે પહેલા જેલનું ભોજન ખાઓ. જો તબીયત બગડે છે તો તે જોશે. પરંતુ ન્યાયાધીશ સાતભઈએ દેશમુખની તબિયતને ધ્યાનમાં રાખીને ઘરેથી બેડ લાવવાની માંગણી સ્વીકારી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">