Sidhu Moose Wala Case: સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં આરોપી સંતોષ જાધવની ગેંગના 7 લોકોની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત

સંતોષ જાધવે (Santosh Jadhav) પાંચ-છ મહિના પહેલા જુન્નર તાલુકાના ઈન્દિરાનગરમાં વોટર પ્લાન્ટના વેપારીને ફોન કરીને હપ્તો માંગ્યો હતો. હપ્તો નહીં આપવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

Sidhu Moose Wala Case: સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં આરોપી સંતોષ જાધવની ગેંગના 7 લોકોની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત
Sidhu Moose Wala CaseImage Credit source: Tv9 Network
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 5:37 PM

પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala Case) હત્યા કેસમાં ધરપકડ કરાયેલ સંતોષ જાધવની ટીમના સાત સભ્યો હથિયારોના જંગી જથ્થા સાથે ઝડપાયા છે. સંતોષ જાધવની (Santosh Jadhav) ટીમના આ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી 13 પિસ્તોલ અને કેટલાક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પુણે જિલ્લાના નારાયણગાંવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ આ કાર્યવાહી કરી છે. રિકવરીના કેસમાં આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં સામેલ હોવાની આશંકા છે. આ અંગે માહિતી આપવા માટે આજે પુણે ગ્રામ્ય પોલીસ (Pune Police) દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે આ માહિતી આપી હતી.

સંતોષ જાધવે પાંચ-છ મહિના પહેલા જુન્નર તાલુકાના ઈન્દિરાનગરમાં વોટર પ્લાન્ટના વેપારીને ફોન કરીને હપ્તો માંગ્યો હતો. હપ્તો નહીં આપવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે સંતોષ જાધવની મૂસેવાલા હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી, ત્યારે ઈન્દિરાનગરના આ વેપારીએ આગળ આવીને વસૂલાતના મામલે ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ નારાયણગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદી વેપારીએ જણાવ્યું છે કે તેણે 50,000 રૂપિયા વસૂલવાની ધમકી આપી છે.

કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી

આ સાથે પોલીસે એવી પણ માહિતી આપી છે કે સંતોષ જાધવે તેના સાગરિતોને મધ્યપ્રદેશથી દેશી બનાવટની પિસ્તોલ લાવવા મોકલ્યા હતા. પોલીસે સૌપ્રથમ મંચર વિસ્તારના રહેવાસી જીવન સિંહ દર્શન સિંહ નાહર (ઉંમર 23) અને શ્રીરામ રમેશ થોરાટ (ઉંમર 32)ની ધરપકડ કરી હતી. જીવન સિંહની ધરપકડ સમયે તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. શ્રીરામ થોરાટ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બાળકનો ઉપયોગ કરીને થઈ રહી હતી વસુલી

સંતોષ જાદવે ઘોડેગાંવ વિસ્તારમાં રહેતા જયેશ રતિલાલ બહિરામ (ઉંમર 24)ને મધ્યપ્રદેશના મનવરથી દેશી બનાવટની પિસ્તોલ લેવા મોકલ્યો હતો. પિસ્તોલ લાવ્યા બાદ સંતોષ જાધવના કહેવા મુજબ ચીખલીના જલકેવાડીમાં રહેતો વૈભવ ઉર્ફે ભોલા શાંતારામ તિટકારે (ઉંમર 19 વર્ષ), નાયફડના સરેવાડીમાં રહેતો રોહિત વિઠ્ઠલ તિટકારે (ઉંમર 25 વર્ષ), નાયફડના ધાવેવાડીમાં રહેતો સચિન બબન તિટકારે (ઉંમર 22 વર્ષ), ઘોડેગાંવમાં રહેતો જીશાન ઇલાહીબક્ષ મુંઢે (ઉંમર 20 વર્ષ), જીવનસિંહ દર્શનસિંહ નાહાર, શ્રીરામ રમેશ થોરાટ અને એક બાળકને વસૂલાતની રકમ માટે મોકલવામાં આવી રહ્યા હતા. આયોજન મુજબ જીવનસિંહ નાહર, શ્રીરામ થોરાટ અને બાળકને બોલેરો વાહનમાં મોકલીને રિકવરીની માંગણી કરતા પુરાવા મળી આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">