દિલ્હીમાં અમિત શાહ સાથે ઉદ્ધવ ઠાકરેની લંચ ડિપ્લોમસી, પુણેમાં સંજય રાઉતે ભાજપને ફેક્યો આ પડકાર

સંજય રાઉતે પુણેમાં કહ્યું કે, 'જો ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બની શકે, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેશના પીએમ કેમ ન બની શકે ?' આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે દિલ્હીથી અમિત શાહ સાથે મુલાકાત બાદ મુંબઈ પરત ફર્યા હતા.

દિલ્હીમાં અમિત શાહ સાથે ઉદ્ધવ ઠાકરેની લંચ ડિપ્લોમસી, પુણેમાં સંજય રાઉતે ભાજપને ફેક્યો આ પડકાર
દિલ્હીમાં અમિત શાહ સાથે ઉદ્ધવ ઠાકરેએ લન્ચ કર્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં અમિત શાહ (Amit Shah) સાથેની બેઠક પૂરી કરીને મુંબઈ પરત ફર્યા છે. એક તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) દિલ્હીમાં અમિત શાહ સાથે લંચ ડિપ્લોમસી કરી રહ્યા હતા, બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut, Shivsena) પુણેમાં ભાજપને પડકારતા હતા. તેઓ કહેતા હતા કે જો ગુજરાતના સીએમ દેશના વડાપ્રધાન બની શકે છે તો મહારાષ્ટ્રના સીએમ પીએમ કેમ ન બની શકે ? ભાજપને ધમકી આપતા તેમણે કહ્યું કે ઠાકરે સરકાર તેને પડકારનારાઓ માટે ‘થોક રે સરકાર’ છે.

માત્ર ભાજપ જ નહીં, સંજય રાઉતે એનસીપીના નેતા અને સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારને પણ પડકાર્યા હતા. પુણે નજીક ભોસરી અને વડગાંવમાં શિવસેનાના પદાધિકારીઓ સાથે આયોજિત કાર્યક્રમમાં સંજય રાઉતે એક તીરથી સહયોગી અને દુશ્મન બંને ઉપર નિશાન તાક્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બની શકે છે, તો મહારાષ્ટ્રના સીએમ પીએમ કેમ ન બની શકે ?

સંજય રાઉતે કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરે દિલ્હી કેમ ગયા ? ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા છે કારણ કે દિલ્હીમાં આગળ રાજ કરવાનું છે. તે જોવા ગયા છે કે ગૃહ મંત્રાલયની ઓફિસ ક્યાં છે ? કયો વિભાગ ક્યાં છે ? જો ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બની શકે છે, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેશના પીએમ કેમ ન બની શકે ? આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે દિલ્હીથી અમિત શાહ સાથે મુલાકાત કરીને મુંબઈ પરત ફર્યા.

‘અજીત પવાર, અમારું સાંભળો નહિ તો ગડબડ થઈ જશે’

સંજય રાઉત આગામી મ્યુનિસિપલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિવસેના અને એનસીપી વચ્ચેના ગઠબંધન અંગે ચર્ચા કરી રહ્યા હતા. એનસીપી માટે સંજય રાઉતે કહ્યું, ‘અજીત પવાર, અમારી વાત સાંભળો, નહીંતર ગડબડ થશે. કારણ કે મુખ્યમંત્રી દિલ્હીમાં છે. એક વધુ નોંધનીય બાબત એ છે કે મ્યુનિસિપલ ચૂંટણીમાં, સ્થાનિક નેતૃત્વ પર એ નિર્ણય છોડવામાં આવ્યો છે કે તેઓ ઈચ્છે તો ગઠબંધન યથાવત રાખે અથવા એકલા ચૂંટણી લડવાની નીતિને અનુસરે. આ વાતને ધ્યાનમાં રાખીને સંજય રાઉતે NCP ને પડકાર ફેંક્યો અને કહ્યું, ‘જો તમે અમારી સાથે આવો તો સાથે, નહીંતર અમે એકલા જ સારા.’

રાઉતે એક મંચ પરથી બે નિશાન તાક્યા, પહેલા ભાજપ અને પછી એનસીપી પર પ્રહાર કર્યો

સંજય રાઉત એક તરફ ભાજપને ટોણા પણ મારતા હતા, બીજી બાજુ એનસીપી પર પણ દબાણ બનાવી રહ્યા હતા કે શિવસેના દિલ્હી પહોંચી છે, એટલે કે શિવસેના ગઠબંધન માટે એનસીપી પર નિર્ભર નથી, ભાજપ પણ એક વિકલ્પ બની શકે છે. એટલે કે, આડકતરી રીતે, તેઓ ડર બતાવી રહ્યા હતા કે જો એનસીપીએ ત્રણ-પાંચ કર્યા, તો પછી એવું ન બને કે શિવસેનાનું દિલ્હીમાં ભાજપ સાથે કોઈ સાંઠગાંઠ થઈ જાય. હસતા હસતા જ પણ સંજય રાઉત એટલા માટે કહી રહ્યા હતા કારણ કે NCP નેતા અજિત પવારની પુણેમાં ખૂબ સારી પકડ છે. પરંતુ એનસીપી પુણેની આગામી મ્યુનિસિપલ ચૂંટણીને લઈને શિવસેના માટે કોઈ ખાસ ઓફર કરવા તૈયાર નથી.

NCP નો આવ્યો જવાબ, સંજય રાઉત કરી રહ્યા હશે મજાક

એનસીપીએ સંજય રાઉતે આપેલા અજિત પવાર પરના નિવેદનને પણ કાળજી પૂર્વક ટાળી દીધુ હતું. એનસીપી નેતા વિદ્યા ચવ્હાણે કહ્યું કે, સંજય રાઉતે આ વાત મજાકમાં કહી છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. સાંજ થતા જ સંજય રાઉતનો અજિત પવાર માટે સ્વર બદલાયો અને તેમણે કહ્યું, ‘અજિત પવાર તો પોતાના છે’.

 

આ પણ વાંચો :  કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તો સોનિયા ગાંધી ભારતના પીએમ કેમ ન બની શકે ? જાણો કોણે ઉઠાવ્યો આ સવાલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati