ગુજરાતના CM મુંબઈના ઉદ્યોગપતિઓને મળ્યા, શિવસેનાનો મહારાષ્ટ્ર ભાજપને સવાલ, ‘મમતા બેનર્જી પર સવાલ ઉઠાવનારા હવે કેમ ચૂપ છે?’

શિવસેનાનો સવાલ છે કે 'યોગી આદિત્યનાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મુંબઈથી લખનૌ લઈ જવા આવ્યા હતા. તેના પર પણ ભાજપે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. મુંબઈના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રને રાતોરાત અમદાવાદ ખેંચી ગયા. ભાજપે આ લૂંટ અંગે પણ કોઈ ટિપ્પણી કરી નથી તો પછી મમતા બેનર્જીની મુંબઈ મુલાકાતને લઈને હોબાળો શા માટે?

ગુજરાતના CM મુંબઈના ઉદ્યોગપતિઓને મળ્યા, શિવસેનાનો મહારાષ્ટ્ર ભાજપને સવાલ, 'મમતા બેનર્જી પર સવાલ ઉઠાવનારા હવે કેમ ચૂપ છે?'
Shiv Sena leader Sanjay Raut (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:52 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) મંગળવારે મુંબઈ આવ્યા હતા. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી હતી. તેમને બંગાળ આવવા આમંત્રણ આપ્યું. આ અંગે મહારાષ્ટ્ર ભાજપ તરફથી ટીકાઓ થઈ હતી. ધારાસભ્ય આશિષ શેલારે (Ashish Shelar, BJP) કહ્યું હતું કે તે એક ષડયંત્ર હેઠળ મુંબઈ આવી છે અને શિવસેના આ ષડયંત્રમાં તેમનો સાથ આપી રહી છે. તે ઉદ્યોગપતિઓને મળીને મહારાષ્ટ્રના ઉદ્યોગો અને રોજગારીને બંગાળમાં લઈ જવા માંગે છે.

આજે (5 ડિસેમ્બર, રવિવાર) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut in Saamana) શિવસેનાના મુખપત્ર સામનામાં તેમના લેખ દ્વારા જવાબ આપ્યો છે. સંજય રાઉતે તેમના ‘સામના’માં લખેલા લેખમાં મહારાષ્ટ્ર ભાજપને પૂછ્યું છે કે, ‘ઉદ્યોગપતિઓને મળવા મુંબઈ આવવામાં ખોટું શું છે? મુંબઈ દેશની ઔદ્યોગિક અને આર્થિક રાજધાની છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

દેશની તિજોરીમાં એકલું મુંબઈ શહેર  2.25 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. એ ભૂલી શકાય નહીં કે મુંબઈ દેશનું પેટ ભરે છે. મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત પર ટિપ્પણી કરનાર ભાજપ નેતૃત્વ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુંબઈની હલચલ સામે વાંધો ઉઠાવવા કેમ તૈયાર નથી?

ગુજરાતના સીએમ મુંબઈના ઉદ્યોગપતિઓને મળે તો ઠીક, બંગાળના સીએમ મળે તો ખોટું કેવી રીતે?

સંજય રાઉતે પૂછ્યું, ‘મમતા બેનર્જી પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની અડધી કેબિનેટ સાથે મુંબઈ આવ્યા હતા. તેઓ મુંબઈના ઉદ્યોગપતિઓને ‘વાઈબ્રન્ટ ગુજરાત’ માટે ગુજરાતમાં આવવા આમંત્રણ આપવા આવ્યા હતા. ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે તેમને મુંબઈના ઉદ્યોગપતિઓની મદદની જરૂર છે. એટલે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને અર્થતંત્ર મુંબઈ પર નિર્ભર છે. પટેલ ઉદ્યોગપતિઓને મળવા મુંબઈ આવે તેમાં કોઈ વાંધો નથી પણ મમતા દીદી ઉદ્યોગપતિઓને મળે તો શું વાંધો છે?’

‘યોગી આદિત્યનાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નોઈડામાં લઈ જવા માગે છે, મહારાષ્ટ્ર ભાજપ આના પર કેમ ચૂપ છે?’

શિવસેનાના સાંસદે આગળ લખ્યુ છે કે ‘યોગી આદિત્યનાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મુંબઈથી લખનૌ લઈ જવા આવ્યા હતા. તેના પર પણ ભાજપે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. મુંબઈના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રને રાતોરાત અમદાવાદ ખેંચી ગયા. ભાજપે આ લૂંટ અંગે પણ કોઈ ટિપ્પણી કરી નથી તો પછી મમતા બેનર્જીની મુંબઈ મુલાકાતને લઈને હોબાળો શા માટે?

ગુજરાતના મુખ્યમંત્રીના મુંબઈ આવવા અને બંગાળના મુખ્યમંત્રીના મુંબઈ આવવામાં ઘણો તફાવત છે

આ પછી સંજય રાઉતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુંબઈ મુલાકાત અને મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત વચ્ચેના મોટા તફાવત તરફ ધ્યાન દોર્યું છે. તેમણે લખ્યું છે કે ‘મને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુંબઈ મુલાકાત યાદ આવી રહી છે. તેઓ મુંબઈના વેપારીઓને ગુજરાતમાં આવવાનું આમંત્રણ લઈને આવ્યા હતા અને મુંબઈને જ બદનામ કરીને ગયા હતા. ‘મુંબઈમાં શું રાખ્યું છે? અહીંના રસ્તાઓ પણ ખરાબ છે. એટલા માટે ગુજરાત ચાલો.’ એમ તેમણે કહ્યું હતું.

ત્યારપછી મહારાષ્ટ્રમાં રોષની લહેર જોવા મળી હતી. મમતા બેનર્જીએ ઉદ્યોગપતિઓને મુંબઈના વિકાસની પ્રશંસા કરી અને તેમને બંગાળ તરફ પણ જોવા કહ્યું હતું. મહારાષ્ટ્રે પશ્ચિમ બંગાળના વિકાસ માટે પણ સહકાર આપવો જોઈએ.

આ પણ વાંચો :  શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">