રાજ ઠાકરે પર સંજય રાઉતનો પલટવાર, કહ્યું- ભાજપ-શિવસેનામાં શું થયું તે અમે જોઈ લઈશું, ત્રીજાની જરૂર નથી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ NCP અને કોંગ્રેસ સાથે જવા માટે શિવસેનાને સમર્થન આપ્યું નથી. ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે દગો કર્યો છે.

રાજ ઠાકરે પર સંજય રાઉતનો પલટવાર, કહ્યું- ભાજપ-શિવસેનામાં શું થયું તે અમે જોઈ લઈશું, ત્રીજાની જરૂર નથી
Shiv Sena MP Sanjay Raut. (file photo)
Image Credit source: PTI
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Apr 03, 2022 | 6:48 PM

મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) રાજ ઠાકરેના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે રાજ ઠાકરેને (Raj Thackeray) નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પછી જ ઉદ્ધવ ઠાકરેના અઢી વર્ષના મુખ્યપ્રધાનના વચન યાદ આવી રહ્યુ છે. તેમની અકલ આટલા લાંબા સમય પછી ખુલી છે. ભાજપ અને શિવસેના વચ્ચે શું થયું છે તે અમે બંને જોઈ લેશું. અમને ત્રીજાની જરૂર નથી. આ પહેલા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે દગો કર્યો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ NCP અને કોંગ્રેસ સાથે જવા માટે શિવસેનાને સમર્થન આપ્યું નથી. ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે દગો કર્યો છે. ચૂંટણી પરિણામો પછી જ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને અઢી વર્ષના મુખ્યમંત્રી પદનું વચન કેવી રીતે યાદ આવ્યું. તેમણે ચૂંટણી મંચ પર પીએમ મોદી અને અમિત શાહની સામે આ વાતો કેમ ન કહી. સીએમ એ લોકોનું પદ છે. આ અંગે ખાનગીમાં ચર્ચા કરવાનો શું અર્થ હતો. આ પહેલા પણ સંજય રાઉતે MNS પ્રમુખ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું હતું કે શિવસેનાની રાજનીતિ નકલ પર આધારિત નથી. આ બાળાસાહેબની શિવસેના છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમનો ભાજપે કર્યો હતો બહિષ્કાર

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દહિસરથી ડીએન નગર સુધી મેટ્રો 2A અને દહિસર પૂર્વથી અંધેરી સુધી મેટ્રો 7ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, શહેરી વિકાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ અને મંત્રી એકનાથ શિંદે, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે હાજર રહ્યા, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ.

જેના કારણે ભાજપે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળ દરમિયાન મુંબઈ મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેમના કાર્યકાળ દરમિયાન તેના કામમાં ઝડપ આવી, તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati